છોટાઉદેપુર જિલ્લામાં દવાખાના ભરપૂર જોવા મળ્યા… જિલ્લા મથકે જનરલ હોસ્પિટલમાં દર્દીઓને નીચે સૂવાનો વારો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

વધારે પડતા દર્દીઓ દાખલ થતા નીચે સૂવું પડે છે જ્યારે 212 ની સુવિધા વાળી અધ્યતન હોસ્પિટલનું કામકાજ મંથર ગતિએ

      હાલ ચોમાસાની સિઝન ચાલી રહી હોય જ્યારે છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં દવાખાના ભરપૂર જોવા મળી રહ્યા છે સરકારી હોસ્પિટલ હોય કે ખાનગી હોસ્પિટલ જેમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. દર્દીઓમાં ડાયરિયા, ઝાડા ઉલટી શરદી ખાંસી, તાવ, ડેન્ગ્યુ અને ટાઈફોડ જેવી બીમારીઓ જોવા મળી રહી છે. અને મોટી માત્રામાં ઈલાજ અર્થે દર્દીઓ હોસ્પિટલ આવી રહ્યા છે.  જ્યારે સરકારી હોસ્પિટલમાં  જગ્યા નો અભાવ હોય અને દર્દીઓની સંખ્યા વધુ હોય જેથી નીચે દર્દીઓને સુવાડવામાં વારો આવ્યો છે જે દ્રશ્યો જોતા ભારે દયા આવે છે.  
       છોટાઉદેપુર જિલ્લા મથકે આવેલી સરકારી જનરલ હોસ્પિટલ અદ્યતન સુવિધાઓ થી સજજ છે જ્યારે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ આદિવાસી પ્રજા ઈલાજ અર્થે આવતી હોય છે હાલ ચોમાસાનો માહોલ ચાલતો હોય તેવા સંજોગોમાં વધુ પડતી વાઇરલ બીમારીઓ પ્રજાને સતાવી રહી છે અને હોસ્પિટલના ધક્કા ફેરા શરૂ કરાવી દીધા છે જેના કારણે દવાખાના ભરપૂર જોવા મળી રહ્યા છે. છોટાઉદેપુર ખાતે આવેલી જનરલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વારંવાર વધી જતા નીચે સૂવાનો વારો આવે છે જેને ધ્યાને રાખીને સરકાર દ્વારા 212 ની અધ્યતન સુવિધાઓ વાળી હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. જે ખૂબ સારી બાબત છે. પરંતુ આ હોસ્પિટલ નું કામ હાલ મંથર ગતિએ ચાલે છે જેના કારણે પ્રજા એ હજુ પણ હાલાકી ભોગવી પડી રહી છે વહેલી તટે બનાવવામાં આવતી હોસ્પિટલ નું કામ પૂર્ણ થાય તો દર્દીઓને વ્યવસ્થિત જગ્યા મળે અને વહેલા સાજા થાય તેવી પ્રજાની માંગ ઉઠી છે હાલ હોસ્પિટલમાં જગ્યાના અભાવે ઘણા દર્દીઓએ ખાનગી હોસ્પિટલમાં સહારો લેવો પડે છે અને મહેનતના રૂપિયા ખર્ચી ઈલાજ કરાવો આવશ્યક બન્યો છે જે તકલીફ અને મુશ્કેલીમાંથી વહેલી તકે છુટકારો મળે તે માટે હોસ્પિટલ નું કામ જલ્દી પૂર્ણ કરવામાં આવે તેવી પ્રજાની માંગ ઉઠી છે.

છોટાઉદેપુર જિલ્લામાં 6 તાલુકાઓમાં ઓગસ્ટ માસ દરમિયાન નોંધાયેલા કેસમાં ડાયરિયાના 1066, ઝાડા ઉલ્ટીના 15, શરદી ખાંસી 4590, તાવ 2615, ડેન્ગ્યુ 2, ટાઈફોડ 76 જેવા કેસ નોંધાઈ ચૂક્યા છે હાલ આ કેસોમા પણ વધારો થયો છે જ્યારે અંતરિયાળ ગ્રામીણ વિસ્તાર તથા શહેરી વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો આવશ્યક થઈ પડ્યો છે. પરંતુ આ બાબતે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી ઠેર ઠેર કચરા અને ગંદકીના ઢગલા તથા મચ્છરોનો ઉપદ્રવ બીમારીઓ નોતરે તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે. જેથી તંત્ર દ્વારા કડક પગલાં ભરી આરોગ્ય લક્ષી સુવિધાઓ અને સેવાઓ વધારવામાં આવે તેવી પ્રજાની માંગ ઉઠી છે.