છોટાઉદેપુર જિલ્લામાં આવતી સુખી જળાશય યોજનામાં ઉપરવાસમાં આવેલ રસ્તા તથા નાના મોટા પુલો અને નાળાઓ બનાવવા ગ્રાન્ટ  ફાળવવા માંગ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં આવતી સુખી જળાશય યોજના સુખી ડેમના ઉપરવાસમાં આવેલ પેરી ફરી રોડ ( ભીખાપુરા વડોથ ડુંગર ભીત અને ધોળી સામલ) રસ્તાને માર્ગ અને મકાન વિભાગ પંચાયતને તબદિલ કરી રોડની સાઈડ અને વોન્ડરિંગ અને નાના મોટા પુલો નાળા બનાવવાની ગ્રાન્ટ ફાળવવા બાબતે પૂર્વ રાજ્યસભા સાંસદ અને રેલવે મિનિસ્ટર નારણભાઈ રાઠવા એ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી માંગ કરી છે
જેમાં જણાવ્યું છે કે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે સુખી જળાશય યોજના નું કામ સન 1987 માં પૂરું થયું હતું તેમાં ડુબાણમાં જતા ગામોને પુનઃવિસ્થાપિત ઉપરના ભાગમાં કર્યા હતા તે સમયે સિંચાઈ માટે અને અવરજવર માટે સિંચાઈ વિભાગ દ્વારા સુખી ડેમ નો કેરી ફરી રોડ ભીખાપુરા ને જોડતો વડોથ થી કુંડલ ડુંગર ભીત અને ધોળી સામલ તથા છોટા ઉદયપુર થી બારીયા સ્ટેટ હાઇવે ને જોડતો 16 કિલોમીટર જેટલો લમ્બો બનાવવામાં આવ્યો હતો. આ રોડ નું મજબૂતી કરણ અને રીસરફેસિંગની કામગીરી પૂર્ણ થયા બાદ સિંચાઈ વિભાગ માંથી માર્ગ અને મકાન વિભાગ ને સોંપવાની શરતથી તારીખ 5/10/2011 ના રોજ આદેશ કરવામાં આવ્યો હતો. જેની તમામ કામગીરી 2014માં પૂર્ણ થઈ ગઈ હતી પૂર્વ ધારાસભ્ય મોહનસિંહભાઈ રાઠવાએ પણ આ બાબતે રજૂઆતો કરી સિંચાઈ વિભાગ તરફથી માર્ગ અને મકાન વિભાગને સોંપવા માંગ કરી હતી. પરંતુ આ રસ્તો હજુ માર્ગ મકાન વિભાગને સોંપવામાં આવ્યો નથી
નારાયણ રાઠવા એ મુખ્યમંત્રીને લખેલ લેખિત પત્રમાં જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષથી આ રસ્તો પંચાયત વિભાગમાં તબદીલ કરવામાં ન આવતા તકલીફ નો સામનો કરવો પડે છે. સુખી જળાશય સુખીડેમ નો આ રસ્તો પંચાયત વિભાગમાં તબદીલ કરી રોડ ઉપર સાઈડ વાઇન્ડરિંગ રિસરફેસિંગ અને નાના મોટા નાળા પુલનું પ્લાન એસ્ટીમેન્ટ બનાવી ગ્રાન્ટ મંજુર કરવામાં આવે તેવી માંગ કરી છે.

સુખી ડેમ ખાતે આવેલો આ રસ્તો જેમાં હાલ ચાલુ ચોમાસામાં ડુંગર ભીત ગામે આ રોડ વચ્ચે એક નદી પસાર થાય છે તેમાં યુવકો ઉપર બાઈક સાથે તણાઈ ગયેલ હતા જેથી આ વિસ્તારના તમામછોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લામાં આવતી સુખી જળાશય યોજનામાં ઉપરવાસમાં આવેલ રસ્તા તથા નાના મોટા પુલો અને નાળાઓ બનાવવા ગ્રાન્ટ ફાળવવા માંગ

    છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં આવતી સુખી જળાશય યોજના સુખી ડેમના ઉપરવાસમાં આવેલ પેરી ફરી રોડ  ( ભીખાપુરા વડોથ ડુંગર ભીત અને ધોળી સામલ) રસ્તાને માર્ગ અને મકાન વિભાગ પંચાયતને તબદિલ કરી રોડની સાઈડ અને વોન્ડરિંગ અને નાના મોટા પુલો નાળા બનાવવાની ગ્રાન્ટ ફાળવવા બાબતે પૂર્વ રાજ્યસભા સાંસદ અને રેલવે મિનિસ્ટર નારણભાઈ રાઠવા એ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી માંગ કરી છે
     જેમાં જણાવ્યું છે કે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે સુખી જળાશય યોજના નું કામ સન 1987 માં પૂરું થયું હતું તેમાં ડુબાણમાં જતા ગામોને પુનઃવિસ્થાપિત ઉપરના ભાગમાં કર્યા હતા તે સમયે સિંચાઈ માટે અને અવરજવર માટે સિંચાઈ વિભાગ દ્વારા સુખી ડેમ નો કેરી ફરી રોડ ભીખાપુરા ને જોડતો વડોથ થી કુંડલ ડુંગર ભીત અને ધોળી સામલ તથા છોટા ઉદયપુર થી બારીયા સ્ટેટ હાઇવે ને જોડતો 16 કિલોમીટર જેટલો લમ્બો બનાવવામાં આવ્યો હતો. આ રોડ નું મજબૂતી કરણ અને રીસરફેસિંગની કામગીરી પૂર્ણ થયા બાદ સિંચાઈ વિભાગ માંથી માર્ગ અને મકાન વિભાગ ને સોંપવાની શરતથી તારીખ 5/10/2011 ના રોજ આદેશ કરવામાં આવ્યો હતો.  જેની તમામ કામગીરી 2014માં પૂર્ણ થઈ ગઈ હતી પૂર્વ ધારાસભ્ય મોહનસિંહભાઈ રાઠવાએ પણ આ બાબતે રજૂઆતો કરી સિંચાઈ વિભાગ તરફથી માર્ગ અને મકાન વિભાગને સોંપવા માંગ કરી હતી. પરંતુ આ રસ્તો હજુ માર્ગ મકાન વિભાગને સોંપવામાં આવ્યો નથી
          નારાયણ રાઠવા એ મુખ્યમંત્રીને લખેલ લેખિત પત્રમાં જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષથી આ રસ્તો પંચાયત વિભાગમાં તબદીલ કરવામાં ન આવતા તકલીફ નો સામનો કરવો પડે છે.  સુખી જળાશય સુખીડેમ નો આ રસ્તો પંચાયત વિભાગમાં તબદીલ કરી રોડ ઉપર સાઈડ વાઇન્ડરિંગ રિસરફેસિંગ અને નાના મોટા નાળા પુલનું પ્લાન એસ્ટીમેન્ટ બનાવી ગ્રાન્ટ મંજુર કરવામાં આવે તેવી માંગ કરી છે.  

સુખી ડેમ ખાતે આવેલો આ રસ્તો જેમાં હાલ ચાલુ ચોમાસામાં ડુંગર ભીત ગામે આ રોડ વચ્ચે એક નદી પસાર થાય છે તેમાં યુવકો ઉપર બાઈક સાથે તણાઈ ગયેલ હતા જેથી આ વિસ્તારના તમામ સરપંચો તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો અને કાર્યકરો આગેવાનો રજૂઆત કરે છે જેથી બંને સિંચાઈ અને બાંધકામ વિભાગના સચીવોને સુચના આપી રોડની તબદીલી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા વિનંતી છે. અને રોડની મરામત કરાવવામાં આવે જેથી રોડની મરામત કરાવવાની જવાબદારી બાંધકામ વિભાગ પંચાયત દ્વારા હાથ ધરી શકાય.