ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

નવી દિલ્હી: NEET પેપર લીક મુદ્દે સમગ્ર દેશમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદેથી રાજીનામું આપ્યું છે.
દિલ્હીના જંતર-મંતર સહિત દેશના વિવિધ ભાગોમાં વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા દિવસોથી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. પેપર લીક અને પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા લાવવાની માંગ સાથે શરૂ થયેલું આ આંદોલન દેશવ્યાપી બન્યું હતું.
વિદ્યાર્થીઓની સતત માંગ અને વધતા દબાણ વચ્ચે આખરે કેન્દ્ર સરકારે તેમનો મુખ્ય મુદ્દો સ્વીકારતાં ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું મંજૂર કર્યું હોવાનું સામે આવ્યું છે.
NEET પેપર લીક મુદ્દે શરૂ થયેલા આંદોલનને હવે મહત્વપૂર્ણ વળાંક મળ્યો છે અને આગામી દિવસોમાં નવા શિક્ષણ મંત્રીની નિમણૂક અંગે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.