ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
ઓસ્કર વિજેતા કેવિન સ્પેસીની ફિલ્મથી કરશે હોલિવૂડમાં એન્ટ્રી; આંતરરાષ્ટ્રીય કારકિર્દી અંગે શેર કર્યો અનુભવ

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી દિશા પટ્ટણી હવે હોલિવૂડમાં પણ પોતાની ઓળખ મજબૂત બનાવવા તૈયાર છે. તે ઓસ્કર વિજેતા ફિલ્મમેકર કેવિન સ્પેસીના દિગ્દર્શનમાં બની રહેલી સુપરનેચરલ થ્રિલર ફિલ્મ ‘Hooligards Saga: The Portal of Force’ દ્વારા હોલિવૂડમાં ડેબ્યૂ કરશે. આ ફિલ્મ સાથે દિશા આંતરરાષ્ટ્રીય મંચ પર કામ કરનાર ભારતીય કલાકારોની યાદીમાં સામેલ થઈ છે.
દિશાએ હોલિવૂડમાં કારકિર્દી બનાવવાના પોતાના અનુભવ વિશે વાત કરતાં જણાવ્યું કે, માત્ર ટેલેન્ટ પૂરતું નથી. હોલિવૂડમાં તક મેળવવા માટે ઓડિશન, ટેલેન્ટ એજન્સીઓ, યોગ્ય સંપર્કો, વિઝા પ્રક્રિયા અને વિદેશમાં હાજરી જેવી અનેક બાબતો પણ એટલી જ મહત્વની છે. તેના મતે ભારતમાંથી ઓનલાઈન ઓડિશન આપી શકાય છે, પરંતુ આંતરરાષ્ટ્રીય તક મેળવવા માટે વિદેશમાં સમય આપવો અને ત્યાંની કાર્યપદ્ધતિને સમજવી પણ જરૂરી છે.
દિશાએ જણાવ્યું કે આ ફિલ્મ તેના માટે માત્ર એક પ્રોજેક્ટ નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય કારકિર્દી તરફનું મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. આ અનુભવથી તેની વૈશ્વિક સ્તરે પોતાનું સ્થાન બનાવવાની ઈચ્છા વધુ મજબૂત બની છે અને ફિલ્મ નિર્માણની નવી શૈલીને નજીકથી સમજવાની તક પણ મળી રહી છે.
કેવિન સ્પેસી સાથે કામ કરવાનો અનુભવ શેર કરતાં દિશાએ કહ્યું કે તેઓ કલાકારોને માત્ર સૂચનાઓ આપતા નથી, પરંતુ પોતાના જીવનના અનુભવો અને લાગણીઓના આધારે પાત્રને જીવવાની પ્રેરણા આપે છે. દરેક સીન પહેલાં તેઓ કલાકારો સાથે વિસ્તૃત ચર્ચા કરે છે, જેથી કલાકારોને સર્જનાત્મક રીતે પોતાની અભિવ્યક્તિ રજૂ કરવાની સંપૂર્ણ તક મળે છે.
દિશાના જણાવ્યા મુજબ, હોલિવૂડમાં સફળતા મેળવવા માટે પ્રતિભા સાથે ધીરજ, યોગ્ય તૈયારી અને આંતરરાષ્ટ્રીય કાર્યપ્રણાલીની સમજ પણ એટલી જ જરૂરી છે.
