ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 6 દિવસ માટે હરાજી બંધ – 1 એપ્રિલથી કામકાજ ફરી શરૂ થશે…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

તહેવારો અને માર્ચ એન્ડિંગને ધ્યાનમાં રાખીને ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં તા. 26 માર્ચથી 31 માર્ચ સુધી કુલ 6 દિવસ માટે અનાજ અને અન્ય ખેતીવાડી પેદાશોની હરાજી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રામનવમી, મહાવીર જયંતી તેમજ નાણાકીય વર્ષના અંતને કારણે આ મીની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

હાલમાં ભાવનગર-ઘોઘા માર્કેટ યાર્ડમાં નવા ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે અને દરરોજ લગભગ 3 હજાર ગુણી આવક નોંધાઈ રહી છે. આ સાથે ધાણા લગભગ 1 હજાર ગુણી અને ડુંગળી 8 થી 9 હજાર ગુણી સુધી આવક થઈ રહી છે.

આ સમયગાળા દરમિયાન અનાજ, કઠોળ, તેલીબીયા, કપાસ અને ડુંગળીની જાહેર હરાજી બંધ રહેશે. જોકે શાકભાજીની આવક ચાલુ રહેશે. તેમજ લીંબુની હરાજી પણ તા. 26 માર્ચના રોજ બંધ રાખવામાં આવશે.

મીની વેકેશન પૂર્ણ થયા બાદ તા. 1 એપ્રિલથી તમામ જિન્સોની જાહેર હરાજી અને યાર્ડનું કામકાજ ફરીથી રાબેતા મુજબ શરૂ થશે.

આ પણ વાંચો :-