શ્રી એલ.એન.પી. શાળા, ભાટિયા ખાતે ગણેશોત્સવની લઈ અનોખો પ્રયોગ કરાયો

ભાટિયા,(બેટ દ્વારકા) પ્રવાસી પ્રતિનીધી :-

શ્રી એલ.એન.પી. શાળા, ભાટિયા ખાતે ગણેશોત્સવ નિમિત્તે આ વર્ષે એક અનોખો અને પ્રેરણાદાયી પ્રયોગ હાથ ધરાયો.

શાળાના સંચાલન અને શિક્ષકમંડળના માર્ગદર્શન હેઠળ બાળકોને પરંપરાગત ગણપતિ પૂજાની સાથે સાથે માતા-પિતા તથા દાદા-દાદીના ગુણોની પૂજા કરવાનો સંદેશ આપવામાં આવ્યો.

1 બાળકો પોતાના હાથથી બનાવેલા કાર્ડમાં માતા-પિતા તથા દાદા-દાદીના ગુણો લખીને ભગવાન ગણેશને અર્પણ કરશે.
2 દાદા-દાદી પોતાના જીવનના અનુભવો પરિવાર સાથે વહેંચશે.
3 પ્રસાદનું પ્રથમ વિતરણ વડીલોને કરીને તેમના આશીર્વાદ લેવામાં આવશે.
4 શાળામાં દરરોજ “કૌટુંબિક ભાવના” આધારિત વિશેષ કાર્યક્રમો યોજાશે.

શાળાનું મંતવ્ય એ છે કે –
“ઘર ત્યારે મંદિર બને જ્યારે વડીલોને ભગવાન સમાન માનવામાં આવે.”

શાળા પરિવારનો હેતુ ફક્ત તહેવારની ઉજવણી કરવાનો નથી, પરંતુ બાળકોને જીવનભર ઉપયોગી બને એવા મૂલ્યો, ભક્તિ, આદર અને કૌટુંબિક એકતાનું મહત્વ સમજાવવાનો છે.

આ નાના વિચારનું મોટું પરિણામ પરિવારમાં જોવા મળશે. જો પરિવાર અખંડ બનશે તો બાળકનો સર્વાંગી વિકાસ થશે અને તે હંમેશા પોતાના ક્ષેત્રમાં આગળ વધશે.

શ્રી એલ.એન.પી. શાળાના આ અનોખા પ્રયોગને વાલીઓ તથા ગામજનો તરફથી વિશેષ પ્રશંસા મળી રહી છે.