આણંદ, નીલેશ પટેલ :-

પ્રગતિ મંડળ, ભાદરણ સંચાલિત આર્ટ્સ, સાયન્સ એન્ડ આર. એ. પટેલ કૉમર્સ કૉલેજ, ભાદરણમાં તારીખ ૭ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ ‘20 મી સદીના મહાનાયક: સરદાર વલ્લભભાઈ પટેલ’ શીર્ષક હેઠળ નિબંધ સ્પર્ધા અને વ્યાખ્યાન યોજવામાં આવ્યું. ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ અને કૉલેજના આચાર્યશ્રી ડૉ. આર. જી. પટેલે પ્રાસંગિક ઉદ્બોધન આપી, મુખ્ય વક્તા પ્રિ.ડૉ. કેશવભાઈ પટેલનું પુસ્તકરૂપી પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવી. જ્યારે અંગ્રેજી વિભાગના અધ્યક્ષ પ્રો. રાજેશ કારીયાએ મહેમાનનો શાબ્દિક પરિચય આપ્યો હતો. ત્યારબાદ વકતાશ્રી પ્રિ.ડૉ. કેશવભાઈ પટેલે પોતાના અનુભવો જણાવી, સરદાર પટેલના જીવન વિષયક માર્મિક વ્યાખ્યાન આપ્યું હતું. ‘20 મી સદીના મહાનાયક: સરદાર વલ્લભભાઈ પટેલ’ શીર્ષક હેઠળ યોજાયેલા નિબંધ સ્પર્ધામાં આર્ટ્સ, સાયન્સ અને કૉમર્સ વિભાગના કુલ ૮૦ થી વધુ વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતાં. જેમાં પ્રથમ ક્રમે કિંજલ પઢિયાર, દ્વિતીય ક્રમે સંદિપ જાદવ અને તૃતીય ક્રમે લક્ષ્મી તળપદા વિજેતા બન્યા હતાં. ત્રણેય વિજેતા વિદ્યાર્થીઓ સાથે અન્ય પાંચ વિદ્યાર્થીઓને પણ રોકડ પુરસ્કાર અને પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યા હતાં. ઉપરાંત એન. એસ. એસ. વિભાગ દ્વારા વર્ષ દરમ્યાન સરદાર વલ્લભભાઈ પટેલ વિષયક નિબંધ સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને પણ રોકડ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યા હતાં. અંતે વિદ્યાર્થીઓએ પ્રતિભાવ રજૂ કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રિ. ડૉ. આર. જી. પટેલ અને પ્રો. રાજેશ કરિયાના માર્ગદર્શન હેઠળ તેમજ સંયોજક તરીકે ડૉ. અરુણ વસાવા, ડૉ. પ્રિતેશ ચૌધરી, ડૉ. ધ્રુવિન પટેલ અને ડૉ. દર્શના કાંઠેચાએ ભૂમિકા ભજવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિભાગના અધ્યાપક ડૉ. પ્રિતેશ ચૌધરીએ અને આભારવિધિ ડૉ. ધ્રુવિન પટેલે કરી હતી. આ કાર્યક્રમ કૉલેજના કૉલેજના અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતાં. સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો.