ભાદરણ કોલેજ એન એસ એસ વાર્ષિક શિબિરમાં પ્રો. વસંતભાઈ પટેલનું વ્યાખ્યાન યોજાયું

આણંદ, નિલેશ પટેલ :-

શ્રી પ્રગતિ મંડળ, ભાદરણ સંચાલિત આર્ટસ, સાયન્સ એન્ડ આર.એ.પટેલ કોમર્સ કોલેજ, ભાદરણના એન એસ એસ યુનિટની વાર્ષિક શિબિર હાલ આંકલાવ તાલુકાના ચમારા ગામે ચાલી રહી છે. ચાલુ વર્ષે આપણા દેશના પ્રથમ ઉપપ્રધાનમંત્રી અને ગૃહમંત્રી, લોખંડી મનોબળ ધરાવતા, લગભગ અસંભવ લાગતું ૫૬૨ રજવાડાઓને એકત્ર કરવાનું ભગીરથ કાર્ય પોતાની આગવી સૂઝ સાથે સંપન્ન કરી બતાવ્યું છે તેવા સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦મી જન્મજયંતિ વર્ષ ( શાર્ધ શતાબ્દી) ઉજવાઈ રહી છે તે નિમિત્તે આ શિબિર સરદાર સાહેબને સમર્પિત કરી છે.
આ શિબિરમાં સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબના અમૂલ્ય યોગદાન અને કાર્ય પર સરદાર પટેલ યુનિવર્સિટીના ઈતિહાસ વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો. વસંતભાઈ પટેલનું વ્યાખ્યાનનું આયોજન કર્યુ હતું જેમાં પોતાના વર્ષો સુધીના રિસર્ચ પર અદ્ભુત અને હ્રદયસ્પર્શી વ્યાખ્યાન સાથે કેટલી બધી માહિતી અને વિચારો ડો. વસંતભાઈ પટેલ દ્વારા રજૂ કરવામાં આવી હતી જેમાંની ઘણી બધી માહિતી હજુ પણ લોકો સુધી પહોંચી ન હતી. પોતાના વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનથી બાળકો, યુવાનો, શિક્ષકો અને અધ્યાપકોને લાભાન્વિત કરી ડો. વસંતભાઈ પટેલે ખૂબ મનનીય અને તલસ્પર્શી વ્યાખ્યાન આપ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં ડો. જિજ્ઞાસાબેન વ્યાસે મહેમાન વ્યાખ્યાતાશ્રીનો પરિચય આપ્યો હતો. પ્રા. સલીમખાન પઠાણ સાહેબે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. પ્રા. રાજેશભાઈ કારીયા સાહેબે સ્વાગત અને આભારવિધિ કરી હતી.
ચમારા ગામની સરસ્વતી હાઈસ્કૂલના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.