બરોડા ડેરીના ચેરમેન તરીકે દિનેશ પટેલની ફરી વાપસી, જી.બી. સોલંકી બન્યા વાઇસ ચેરમેન…

છોટાઉદેપુર, જાવેદ એન કુરેશી :-

સર્વસંમતિથી પૂર્ણ થઈ ચૂંટણી; નસવાડી તાલુકાના પશુપાલકો અને દૂધ ઉત્પાદક મંડળીઓમાં ખુશીનો માહોલ

નસવાડી: બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી સર્વસંમતિથી પૂર્ણ થતાં નસવાડી તાલુકાની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ અને પશુપાલકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે. સર્વસંમતિથી દિનેશ પટેલ (દિનુ મામા) ફરી એકવાર બરોડા ડેરીના ચેરમેન તરીકે અને જી.બી. સોલંકી વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા છે.

ચૂંટણીના પરિણામ બાદ તાલુકાભરની વિવિધ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના હોદ્દેદારો, સભ્યો અને પશુપાલકોએ બંને આગેવાનોને શુભેચ્છાઓ પાઠવી હતી. સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવા નેતૃત્વ હેઠળ બરોડા ડેરી પશુપાલકોના હિતોને વધુ પ્રાથમિકતા આપશે અને દૂધ ઉત્પાદકોને વધુ સારી સેવાઓ, પારદર્શક વહીવટ તથા વિકાસલક્ષી યોજનાઓનો લાભ મળશે.

સર્વસંમતિથી પૂર્ણ થયેલી આ ચૂંટણીને સહકારી ક્ષેત્રમાં એકતા, વિશ્વાસ અને વિકાસના સકારાત્મક સંદેશ તરીકે આવકારવામાં આવી છે. નવા હોદ્દેદારોના નેતૃત્વમાં ડેરીના વિકાસ સાથે પશુપાલકોના કલ્યાણ માટે વધુ અસરકારક કામગીરી થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.



આ પણ વાંચો :-