અલારસા,(આણંદ) નીલેશ પટેલ :-

અલારસા ગામમાં શ્રી ભીમનાથ મહાદેવ તથા પારેશ્ર્વર મહાદેવ મંદિરો ખાતે શ્રાવણ માસના અંતિમ દિવસે અમાસ નિમિતે વિશેષ શૃંગાર આરતીનું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે આયોજક મંડળ દ્વારા ગામમાં ઘરે ઘરે જઈને વિવિધ અનાજ એકત્રિત કરવામાં આવ્યા હતા. એકત્રિત કરાયેલ અનાજ વડે ભવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો.
વિશેષ નોંધનીય છે કે આ અનાજનો ઉપયોગ આરતી બાદ ગામના પશુ–પંખીઓ માટે કીડીચારું પુરવાંમાં કરવામાં આવશે. આ અભિગમ ધર્મ સાથે સાથે પ્રકૃતિના જતનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
આ આયોજનમાં ગામજનો, શ્રદ્ધાળુઓ તથા ભક્તોએ ઉમંગપૂર્વક ભાગ લીધો હતો.