ભાદરણ કોલેજમાં ત્રિવિધોત્સવ યોજાયો..ગીતા જયંતી, ભારતીય ભાષા દિવસ અને વિશ્વ પર્વત દિવસની ઉજવણી

અલારસા, (આણંદ), નિલેશ પટેલ :-

શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતી, વિશ્વ પર્વત દિવસ અને ભારતીય ભાષા દિવસની આર્ટ્સ, સાયન્સ એન્ડ આર એ પટેલ કોમર્સ કોલેજ, ભાદરણ દ્વારા તા.૧૧/૧૨/૨૦૨૪ના રોજ ઉજવણી કરવામાં આવી હતી.
સંસ્થાના ગુજરાતી વિભાગના બન્ને અધ્યાપકો ડો. પ્રિતેશ ચૌધરી સાહેબ અને ડો. ધ્રુવિન પટેલ સાહેબના નેતૃત્વમાં આજના દિવસની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. બન્ને ઉર્જાવાન અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ સાથે મળી સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખી સરસ પ્રવૃત્તિઓ આગળ વધારી રહ્યા છે તેનો સૌને ગર્વ છે. આ પ્રસંગે સ્વાગત પ્રવચન ડો. પ્રિતેશ ચૌધરી સાહેબે કર્યું હતું. પ્રો રાજેશ કારિયા, પ્રો. બી એ પરમાર અને પ્રો. એસ એ પઠાણ સાહેબે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યા હતા. આભારદર્શન ડો. ધ્રુવિન પટેલ સાહેબે કર્યું હતુ. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમજ પુસ્તકાલયમાં જઈ વિવિધ પુસ્તકોનું નિરીક્ષણ કરી વાંચન પ્રવૃતિ માટે પ્રોત્સાહિત થયા હતા.