જયશ્રીનગર સોસાયટીમાં આરોગ્ય વિભાગની સઘન તપાસ, 25 બાળકોનું હેડ-ટુ-ટો મેડિકલ ચેકઅપ…

લુણાવાડા, (મહીસાગર) આસીફ શેખ(પાલ્લાવાલા) :-

લુણાવાડા: હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અર્બન હેલ્થ સેન્ટરની મેડિકલ ટીમ દ્વારા જયશ્રીનગર સોસાયટીની મુલાકાત લઈને બાળકોના આરોગ્યની સઘન તપાસ કરવામાં આવી હતી. Rsp. CDHO સાહેબ, Rsp. EMO સાહેબ અને Rsp. THO મેડમના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન સોસાયટીના 31 ઘરોમાં રહેતા 25 બાળકોનું મેડિકલ ઓફિસર દ્વારા ‘હેડ-ટુ-ટો’ એટલે કે માથાથી પગ સુધી વિગતવાર સ્વાસ્થ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મેડિકલ ટીમે ખાસ કરીને બાળકોમાં શંકાસ્પદ GBS (Guillain-Barré Syndrome)ના લક્ષણો અંગે ઝીણવટભરી તપાસ કરી હતી. મેડિકલ ઓફિસર અને તેમની ટીમે તમામ બાળકોના સ્વાસ્થ્યની સ્થિતિનું મૂલ્યાંકન કરી જરૂરી તબીબી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.

આરોગ્ય તપાસ ઉપરાંત મેડિકલ ટીમ દ્વારા સોસાયટીના બાળકોના વાલીઓ સાથે વિશેષ બેઠક યોજવામાં આવી હતી. બેઠક દરમિયાન વાલીઓને ચોમાસાની ઋતુ તેમજ સામાન્ય દિવસોમાં પાણી અને ખોરાકની શુદ્ધતા અંગે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી હતી. દૂષિત પાણી અને ખોરાકથી બચવા તેમજ આસપાસ સ્વચ્છતા જાળવવા માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

મેડિકલ ઓફિસરે વાલીઓને GBSના શંકાસ્પદ લક્ષણો અંગે સરળ ભાષામાં વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જો કોઈ બાળકમાં હાથ-પગમાં નબળાઈ, ચાલવામાં તકલીફ, પેટમાં દુખાવો, તાવ, ઝાડા, જોવામાં તકલીફ, ખોરાક ગળવામાં મુશ્કેલી, બોલવામાં તકલીફ અથવા અન્ય કોઈ શંકાસ્પદ લક્ષણો જોવા મળે તો ગભરાયા વિના તાત્કાલિક અર્બન હેલ્થ સેન્ટરની ટીમનો સંપર્ક કરવો, જેથી જરૂરિયાત જણાય તો સમયસર તબીબી સારવાર શરૂ કરી શકાય.



આ પણ વાંચો :-