કન્નડ અભિનેતા દિલીપ રાજનું હાર્ટ એટેકથી નિધન, 47 વર્ષની વયે દુનિયામાંથી અલવિદા…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

કન્નડ ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા અભિનેતા અને નિર્માતા દિલીપ રાજનું હૃદયરોગના હુમલાને કારણે 48 વર્ષની વયે નિધન થયું છે. તેમના અચાનક અવસાનથી ચાહકો અને મનોરંજન જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

માહિતી મુજબ દિલીપ રાજને અચાનક હાર્ટ એટેક આવતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું.

દિલીપ રાજ કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતા ચહેરા રહ્યા હતા. તેમણે મિલના, યુ-ટર્ન, ઓર્કેસ્ટ્રા મૈસુર અને લવ મોકટેલ 3 જેવી અનેક ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો હતો. ખાસ કરીને ફિલ્મ મિલનામાં દિવંગત અભિનેતા પુનીત રાજકુમાર સાથે ખલનાયકની ભૂમિકા ભજવી તેઓ લોકપ્રિય બન્યા હતા.

ફિલ્મો ઉપરાંત તેઓ ટેલિવિઝન જગતમાં પણ સક્રિય રહ્યા હતા. હિટલર કલ્યાણા, રંગોલી, કુમકુમ ભાગ્ય અને મંગલ્યા જેવી લોકપ્રિય સિરિયલોમાં તેમણે અભિનય કર્યો હતો.

નિર્માતા તરીકે પણ તેમણે DR Creations બેનર હેઠળ પારુ અને કૃષ્ણા રુક્કુ જેવી સફળ સિરિયલો બનાવી હતી.

દિલીપ રાજના નિધન બાદ કન્નડ ઇન્ડસ્ટ્રીના અનેક કલાકારો અને ચાહકોએ સોશિયલ મીડિયા મારફતે શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-