ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

ગોધરા સ્થિત અમન ડે સ્કૂલ ખાતે આજ રોજ ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમનું આયોજન કરાયું હતું. તાલીમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકશ્રીઓને કુદરતી તથા માનવસર્જિત આપત્તિ સમયે રાહત અને બચાવના કાર્યો અંગે અવગત કરીને માર્ગદર્શન અપાયું હતું. આપત્તિ સમયે અગ્નિશમનનું કાર્ય કેવી રીતે કરવું તથા નાગરિકોના જાન માલના બચાવનું કાર્ય કેવી રીતે કરવું તેની સમજ આપવામાં આવી હતી. સદર તાલીમ ડિઝાસ્ટર મેનેજમેન્ટના DPO, ડે. મામલદારશ્રી ડિઝાસ્ટર, ગોધરા ફાયર ટીમના માર્ગદર્શન હેઠળ
યોજાઈ હતી.