લુણાવાડા,(મહીસાગર) આસીફ શેખ :-

પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી પંચમહાલ ગોધરા રેન્જ તથા પોલીસ અધિક્ષક સફીન હસન મહીસાગર જીલ્લા તેમજ નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવા લુણાવાડા વિભાગ લુણાવાડા નાઓએ મે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ મહીસાગર લુણાવાડા નાઓના નંબર ક્રમાંક એમ.એજી/ઉત્તરાયણ/જાહેરનામુ/વશી/૧૮૪૦/૨૦૨૫ તા.૨૨/૧૨/૨૦૨૫ ના જાહેરનામાના ભંગ બદલ પ્રતીબંધીત ચાઈનીજ દોરી ઉપર રેઇડ કરી અસરકારક પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ જે સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એ.એન. નિનામા નાઓએ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનનાં કર્મચારીઓને પ્રતીબંધીત ચાઈનીજ દોરીની હેરાફેરી તથા વેચાણ કરતા ઈસમો ઉપર વોચ રાખી રેઇડો કરવા સુચના કરેલ.
જે સુચના અન્વયે તા.૦૧/૦૧/૨૦૨૫ ના રોજ બાલાસીનોર ટાઉન પોલીસ સ્ટેશનના આ પો.કો. રાજેન્દ્રસિંહ હરૂભા બ.નં.૩૬૫ નાઓને પ્રતીબંધીત ચાઈનીજ દોરીની બાતમી હકીકત મળેલ કે બાલાસિનોર ટીમ્બા મહોલ્લામાં પ્રતીબંધીત ચાઈનીજ દોરીનુ વેચાણ થાય છે જે બાતમી આધારે પોલીસ માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા એક ઇસમ હાજર મળી આવેલ હોય તેનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ મહંમદ વાકીફ મેહબુબમીયા મલેક રહે.ટીમ્બા મહોલ્લા બાલાસીનોર તા.બાલાસીનોર જી.મહીસાગર નાનો હોવાનુ જણાવતો હોય તેને સાથે રાખી તેના ઘરની આજુબાજુ ચાઇનીઝ દોરી અંગે તપાસ કરતા તેઓના ઘરની ઉપરના ભાગે આવેલ ઓરડીમાંથી એક ખાખી કલરનું પુઠાનું બોક્ષ મળી આવેલ હોય જે ખોલી જોતા જેમાં નંગ-૪૮ પ્રતીબંધીત ચાઈનીજ દોરીના કુલ કિ.રૂ.૩૬,૦૦૦/- ના ફીરકા મળી આવેલ જેથી આરોપી વિરુધ્ધ બાલાશિનોર ટાઉન પોસ્ટે બી.પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૭૦૦૨ ૨૬૦૦૦૧/૨૦૨૫ BNS ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી
મહંમદ વાકીફ મેહબુબમીયા મલેક રહે.ટીમ્બા મહોલ્લા બાલાસીનોર તા.બાલાસીનોર જી.મહીસાગર
:-કામગીરી કરનાર પોલીસ અધિકારી/ કર્મચારી-:
(૧) એ. એન. નિનામા પોલીસ ઇન્સપેકટર
(૬) આ.પો.કો. રાજેન્દ્રસિંહ હરૂભા બ.નં.૩૬૫
(૨) એચ. જે. જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર
(૭) આ.પો.કો.અમરદિપસિંહ વિક્રમસિંહ બ. નં.૫૬
(૩) અ.હે.કો અરવિંદકુમાર દોલતસિંહ બ.નં.૮૪૩
(૮) આ.પો.કો વનરાજસિહ સેતાનસિહ બ.નં.૧૫૯
(૪) આ. પો.કો. છત્રસિંહ ઉદેસિંહ બ.નં.૩૩૭
(૯) આ પો.કો અશ્વિનભાઇ નાથાભાઇ બ.નં.૨૨૩
(૫) અ.પો.કો. રિતેશકુમાર રમેશભાઇ બ.નં. ૭૪૪