સરકારી આઇ.ટી.આઇ ગોધરા ખાતે માત્ર પુરુષ ઉમેદવારો માટે ઔધોગિક રોજગાર ભરતી મેળો યોજાશે

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝના અનુભવી પુરુષ ઉમેદવારો માટે અમૂલ્ય તક

જિલ્લા રોજગાર વિનિમય કચેરી પંચમહાલ તથા સરકારી આઇ.ટી.આઇ ગોધરા દ્વારા ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝના માત્ર પુરુષ અનુભવી ઉમેદવારો માટે અનુબંધમ પોર્ટલ અને એન.સી.એસ પોર્ટલના માધ્યમથી ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો સરકારી આઇ.ટી.આઇ ગોધરા ખાતે તારીખ: ૦૫-૦૭-૨૦૨૪ નારોજ સવારે:૯:૦૦ થી ૧:૦૦ કલાકે ૧૮ થી ૨૫ ઉમર , વજન ૫૦ કિલો કે તેથી વધુ ,ઉંચાઈ ૧૫૦ સેમી કે તેથી વધુ ધરાવતા ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝ અનુભવી માત્ર પુરુષ ઉમેદવારો માટે પેઇન્ટર શોપ ( પેઇન્ટર ,ડેન્ટર બોડી શોપ ,રીપેઈર ,સ્પોટ અને પોલીસીંગ) ,બોડીશોપ ,પ્રેસ શોપ(ક્રેન ઓપરેટર , ડાઈમેન્ટેનન્સ અને સ્ટેમ્પિંગ) ,મેઇન્ટેનન્સ અને યુટીલીટી(કોઈપણ ઇન્ડસ્ટ્રીઝ ના અનુભવી) જગ્યાઓ માટે આઇ.ટી.આઇ (ટેકનીકલ ટ્રેડ) ૨૦૨૦ થી ૨૦૨૩ પાસીંગ વર્ષ લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોને તેમજ એપ્રેન્ટીસ (૨૦૨૧ થી ૨૦૨૩ પાસીંગ વર્ષ) વેલ્ડર ટ્રેડ માટે જે.એસ.ડબ્લ્યુ એમ.જી મોટર ઇન્ડિયા પ્રા.લી હાલોલના નોકરીદાતાશ્રી દ્વારા ઇન્ટરવ્યુ પ્રક્રિયાના માધ્યમથી રોજગારીની તક આપવામાં આવશે. ઔધોગિક રોજગાર ભરતીમેળામાં ભાગ લેવા જિલ્લા રોજગાર અધિકારીશ્રી ગોધરા દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here