મતદાન જાગૃતિ માટે પંચમહાલ જિલ્લાના વિવિધ રોડ પર “વોટ” આધારિત પેઇન્ટિંગ કરાયા

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

અવસર છે લોકશાહીનો,ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨

જિલ્લામાં અવસરના ઉમંગે અને લોકશાહીના રંગે મતદાન જાગૃતિ માટે યોજાઈ રહ્યા છે અનેક કાર્યક્રમો

વિધાનસભાની સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ને લઈને પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સુજલ મયાત્રાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. અવસરના ઉમંગે અને લોકશાહીના રંગે મતદાન જાગૃતિ માટે જિલ્લાના મતદારો જાગૃતતાપૂર્વક મતદાન કરે તે માટે સ્વીપ પ્રવૃત્તિ અન્વયે તમામ મતદારોને પ્રોત્સાહિત કરાઇ રહ્યા છે. જિલ્લાના વિવિધ રસ્તાઓ પર મતદાન જાગૃતિ માટે “વોટ” આધારિત પેઇન્ટિંગ કરાયા છે. જેમાં તૃપ્તિ હોટલ ચોકડી રોડ પર, ટોલનાકું વાવડી રોડ પર, ખોડિયાર મંદિર છબનપુર ચોકડી રોડ પર, દાહોદ રોડ-પરવડી ચોકડી રોડ સહિત કલેકટર કચેરી સ્થિત રોડ પર પેઇન્ટિંગ કરીને મતદાન જાગૃતિ માટે પહેલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here