” બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપળામાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023, ભારતીય ન્યાય સંહિતા, 2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ, 2023 ના વિષય પર એક દિવસીય સેમિનાર યોજાયો…

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

આજ રોજ બિરશા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપલા ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,સંકલ્પ DHEW ની ટીમ દ્વારા મિશન શક્તિ યોજના હેઠળ 100 દિવસની વિશેષ જાગૃતિ કમ એનરોલમેન્ટ ડ્રાઇવ ભારતીય ન્યાય સંહિતા વીક ની ઉજવણી કરવામાં આવેલ. ૧) ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ (૨) ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ (૩) ભારતીય સાક્ષ્ય અધિનિયમ ૨૦૨૩ ના નવા કાયદાઓમાં મહિલાઓ અને બાળકોને લઈને જે સુધારા કરવામાં આવેલ છે તેની માહિતી આપવામાં આવેલ,તથા મહિલાલક્ષી યોજનાઓની જાણકારી આપવામાં આવેલ,સદર કાર્યક્રમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ,તેમજ બિરશા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના આચાર્યશ્રી ડો.અમિત ધોળકિયા અને ડો.મહેશ બારડ દ્વારા આવકાર અને આભાર વિધિ કરવામાં આવેલ હતા કાર્યક્રમની સફળતા બદલ યુનિવર્સિટીના કુલપતિ ડો.મધુકર પાડવી સાહેબ અને ઇન્ચાર્જ કુલસચિવ ડો.વિજયસિંહ વાળા એ તમામ સ્ટાફ ને અભીનંદન આપેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here