નસવાડી : વાઘીયા મહુડા ગામના માતાજીનો વિવાદ વધુ વકર્યો

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી તાલુકાના વાઘીયા મહુડા ગામના મંદિરનો વિવાદ વધુ વકર્યો છે જેમાં ગઈ કાલે માતાજીના વિરોધ માં આવેદનપત્ર ગામ લોકોએ આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ જેમાં માતાજી ના નામે ખોટા નાટક અને ઢોંગ કરેછે તેવા આક્ષેપો ગામલોકો દ્વારા કરવામાં આવ્યા હતા અને એ લોકોએ પણ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો અને જણાવેલ કે આ વ્યક્તિ માતાજી બની લોકોની આસ્થાને ઠેસ પોહચાડે છે અને જે વ્યક્તિને માતાજી વશ માં આવેછે તે ખોટા નાટકો કરી લોકોને છેતરે છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને ગામલોકોએ આવેદન પત્ર મામલતદાર ને આપવામાં આવ્યું હતુ પરંતુ આજરોજ માતાજીના બસ્સોજેટલા સમર્થકો નસવાડી મામલતદાર ખાતે આવી પોહચ્યા હતા અને કાલના જે ખોટા આક્ષેપો કરી આવેદન પત્ર આપ્યું છે તે સદંતર ખોટા છે અને તેને વખોડતા સમર્થકોએ જણાવ્યું હતું કે જે અમારા જયેશભાઇ ઉર્ફે જયુ માતાજી છે એ સાચા છે અને ગામલોકોએ ખોટો વિરોધ કરી માતાજીને બદનામ કરવાનું ષડ્યંત્ર રચવામાં આવ્યું છે અને જયુ માતાજીએ જણાવ્યું કે ગામલોકોમાં અમૂકજ લોકો અમારો વિરોધ કરેછે અને ગામ માં બીજા કોઈનો વિરોધ નથી અને અમે કોઈ પણ ભક્તો પાસે રૂપિયા લેતા નથી અને કોઈની પાસે આશા રાખતા નથી અને ભક્તો મંદિરે પોતાની મનોકામના આ મંદિરે પુરી થાય છે અને લોકો ને શ્રદ્ધા છે એટલે મંદિરે આવેછે અને અમારા વિરોધીઓ અમારી શ્રદ્ધાને વખોડી નાખવાની કોશિશ કરી રહ્યા છે અને વધુમાં તેમના સમર્થકોએ જણાવ્યું હતું કે મંદિર તથા માતાજી ઉપર લગાવેલા આરોપો પરત ખેંચવા નસવાડી મામલતદારશ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને માતાજી અને સમર્થકોએ જણાવ્યું કે અમારા વિરોધીઓ એ મંદિર અને અમારા પર ખોટા આક્ષેઓ લગાવી અમારી શ્રદ્ધા અને વિશ્વાસ ને ઠેસ પહોંચાડી છે મંદિર અને અમને બદનામ કરવા ષડયંત્ર રચેલુ છે અને જો અમારા પર લગાવેલા આક્ષેપો નું આવેદનપત્ર પાછુ લેવામાં નહી આવે તો અમે ગાંધીચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરીશુ ની ચીમકી ઉચ્ચારી હતી અને માતાજીએ વધુમાં જણાવ્યુ હતુ કે મને માતાજી સપનામા આવી મને પરચો આપેછે તે હું કરૂછું લોકોને માતાજી પ્રત્યે શ્રદ્ધા છે લોકોની મનોકામના આ મંદિરે પુરી થાય છે નથી અમે કોઈને ઠગતા કે નથી રૂપિયા લેતા તેમ જણાવવામાં આવ્યુ હતુ અને માતાજી અને સમર્થકો દ્વારા મામલતદાર કચેરી ના પટાંગણ માં માતાજીની બદનામી કરવાનુ બંધ કરોના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ત્યાંથી પોલીસ સ્ટેશન ખાતે જઈને પણ આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here