નસવાડી : ધામસીયા ચેક પોસ્ટ પાસેથી કિ.રૂ.૬૩,૭૯૨/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડતી છોટાઉદેપુર એલસીબી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જઓને નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃતી હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ. જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આર.એસ.ડામોર – પોલીસ સબ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચે છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સાથે નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી — હકિકત આધારે ધામસીયા ચેક પોસ્ટ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૬૩,૭૯૨/- નો મુદ્દામાલ તથા વિદેશી દારૂ ના હેરાફેરી કરવા ઉપયોગમાં લિધેલ ટોયોટા કંપનીની ટાવેરા ફોર – વ્હિલર ગાડી જેનો રજી નં.GJ-06-CB-3315 સાથે એક ઇસમને પકડી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી નસવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
– કબ્જે કરવામાં આવેલ મુદામાલ
(૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂ નંગ-૧૪૪
(૨) ટોયોટા કંપનીની ટાવેરા ફોર વ્હિલર ગાડી
(૨) મોબાઇલ નંગ-૦૧
(૩) રોકડા રૂપીયા
કિ.રૂ.૬૩,૭૯૨૪-
કિ.રૂ.૩,૦૦,૦૦૦/-
કિ.રૂ.૩૦૦૦/-
કુ.કિ.રૂ.૩,૬૯,૭૯૨-
પકડાયેલ ઇસમ:-
(૧) નસીયા ઉર્ફે નરેશભાઇ ઉર્ફે નેવસિંહભાઇ દિતાભાઇ ડાવર રહે કુડવાંટ ડામરીયુ ફળીયુ તા.સોઢવા જી.અલીરાજપુર(એમ.પી)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here