નસવાડી : તણખલા ગામે સન્નાટો… દશેરાના બીજા દિવસથી પ્રજા ખોવાઈ

નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી તાલુકાના તણખલા ગામે નવરાત્રી પુરી થતા ની સાથેજ બીજા દિવસે સન્નાટો જોવા મળ્યો હતો લોકોને પૂછતા જાણવામાં આવ્યુ કે ભાઈ આ તો મોંઘવારી નો સન્નાટો છે નવરાત્રી ના બીજા દિવસ થી લોકોને મોંઘવારી નડી હતી જે બજારો લોકડાઉન પહેલા ધમધમતા હતા એજ બજારોમાં આજે ચકલા પણ ફરકતા નથી તણખલા એ એક સેન્ટર નુ ગામ છે જ્યાં આજુબાજુ ના ગામના લોકો ખરીદી માટે આવતા હોય છે પરંતુ આજે તણખલા ગામ મા અન્નાટો જોવા મળી રહ્યો છે કારણ કે લોકો પાસે પૂરતા પૈસા ના અભાવ ને કારણે આવતા નથી નવરાત્રી માં જે કંઈ રકમ હતી તેનો ઉપયોગ કરી દેવામા આવી છે પહેલા મોંઘવારી એટલી હદે ન હતી તો જીવન જરૂરિયાત થી માંડીને મોજ શોખ ની ચીજ વસ્તુઓ ખરીદતા હતા પરંતુ આવી કપરી પરિસ્થિતિ લોકો ની જોવા મળી હતી ટૂંકમાં મોંઘવારી નુ કારણ લોકો દ્વારા દર્શાવવા મા આવતું હતુ એટલા માટે તણખલા ગામે સન્નાટો જોવા મળ્યો હતો એના કારણે પ્રજા ખોવાઈ એમ કહેવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here