નસવાડીમાં ઓડિટોરિયમ હોલની રૂ ૧૦ કરોડની ગ્રાન્ટ પરત જાય એવા એંધાણ…

નસવાડી,*છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ગ્રામ પંચાયતની જગ્યા ન મળતા ગ્રાન્ટ પરત જશ

આર.એન્ડ.બી ડિપાર્ટમેન્ટ,સમાહર્તા અને નસવાડી પંચાયત વચ્ચે જમીન વિવાદ આ ઓડિટોરિયમ હોલની ગ્રાન્ટ પરત જતી રહેશે”

નસવાડી ખાતે ઓડિટેરિયમ હોલ બનાવવા માટે સ્ટેટ આર.એન્ડ.બી વિભાગને સરકાર દ્વારા દસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ હોલ બનાવવા માટે મંજૂરી આપી હતી સ્ટેટ આર.એન્ડ.બી વિભાગ છોટાઉદેપુર દ્વારા પાંચ વર્ષથી જગ્યા શોધી રહ્યું છે નસવાડી ગ્રામ પંચાયત પાસે સર્વે નં. ૭૪ મા જગ્યા માંગેલ છે પરંતુ આજદિન સુધી કલેક્ટરે આજગ્યાની મંજૂરી આપેલ નથી આ હોલમાં એક હજાર લોકો બેસી શકે અને સરકારી કાર્યક્રમ થઈ શકે તે માટે મંજુર કરવામાં આવ્યો હતો ધારાસભ્યએ ચૂંટાયા પછી એક મહિનામાં જગ્યા શોધી આપવાના વચનો આપ્યા હતા પણ આજ દિન સુધી આ હોલ માટે જગ્યા મળી નથી દસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આદિવાસી વિસ્તારના વિકાસ માટે હોલની સુવિધા મળે તે માટે સરકારે ગ્રાન્ટ ફાળવી દિધીછે પણ અધિકારીઓની નિષ્કાળજીના લીધે પાંચ વર્ષ વીતી જતા ગ્રાન્ટ પરત જતી રહેશે જેના માટે જવાબદાર કોણ ? સાંસદ સભ્ય અને ધારાસભ્ય જુમ્બેશ ઉપાડે તે જરૂરી બન્યું છે નસવાડીના તલાટી ના જણાવ્યા મુજબ સર્વે નંબર ૭૪ વાળી જગ્યા માંગવામાં આવી છે પણ એ નાની પડેછે છોટાઉદેપુર સ્ટેટ. આર.એન્ડ.બી વિભાગના અધિક મદદનીશ એન્જીનિયરના જણાવ્યા મુજબ દસ કરોડ રૂપિયાનું કામ છે તેના નકશા મંજુર કરવા માટે ગાંધીનગર મોકલ્યા છે અને એમ એલ એ અને એમ પી આનું કઈ કરે એ જરૂરી બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here