નવનિયુક્ત સાંસદ સભ્ય જશુભાઇ રાઠવાનો નસવાડી ખાતે ભાજપ દ્વારા સત્કાર સમારંભ યોજાયો

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

આજરોજ ગ્રામ પંચાયત હોલ નસવાડી ખાતે ભાજપ દ્વારા ૨૧ છોટાઉદેપુર લોકસભાના નવનિયુક્ત સાંસદ સભ્ય જશુભાઇ રાઠવા નો ભવ્ય સત્કાર સમારંભ તથા આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમા જશુભાઇ રાઠવા એ પોતાના અનુભવો રજુ કર્યા હતા અને પંદર વર્ષ સરપંચ થી લઇ સાંસદ સભ્ય ની સફર ની હકીકતો જણાવી હતી અને પાર્ટી માટે કામ કરવાની પ્રેરણા આપી હતી અને ખુબ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આવેલ તમામ કાર્યકરોને હાર પહેરાવી સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતુ અને આ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા જિલ્લા મહામંત્રી ડી એફ પરમાર ધારાસભ્ય અભેસિંહ તડવી બાંધકામ સમિતિના ચેરમેન ચેતનભાઈ મેવાસી તાલુકા મહામંત્રી અનિલભાઈ શાહ અને લઘુમતી સેલ ના પ્રમુખ નદીમભાઈ મેમણ જિલ્લા મંત્રી અલ્તાફભાઈ કુરેશી તેમજ ભાજપના તમામ કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here