નર્મદા જિલ્લાના પોઈચા ગામે ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

પુર અને વીજળી જેવી આપદા થી બચવા ના ઉપાયો થી લોકો ને જાગૃત કરાયા

નર્મદાનાં નાંદોદ તાલુકાના પોઈચા ગામે આજરોજ ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગ્રામ્ય કક્ષાએ કરવાનું થતું આયોજન, પુર અને વીજળીથી બચવાના ઉપાયો પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સ્થાનિક આગેવાનો,નાયબ મામલતદાર નાંદોદ, સરપંચશ્રી, તલાટી, આશા અને આંગણવાડીના બહેનો, મધ્યાન્હ ભોજન યોજના સંચાલક, તરવૈયાઓ તેમજ ગામના નીયાણવાળા વિસ્તારનાં લોકો પણ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here