નર્મદા જિલ્લાના પશુ પાલકો વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા આઇ-ખેડૂતપોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકશે

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લાના પશુ પાલકો વર્ષ:-૨૦૨૪-૨૫ માટે પશુ પાલન ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ જેવી કે બકરા એકમ, ચાફ કટર, ખાણ દાણ યોજનાઓ વિગેરેનો લાભ લેવા માંગતા પશુપાલકોએ તા.૧૫/૦૬/૨૦૨૪થી તા.૧૫/૦૭/૨૦૨૪ સુધી આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
જિલ્લાના પશુપાલકોએ વિવિધ યોજનાના ઘટકોમાં સહાય લેવા માટે આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજીની પ્રિન્ટ નકલ જરૂરી સાધનીક કાગળો સાથે દિન-૭માં નજીકના પશુ દવાખાના ખાતે જમા કરવાની રહેશે. વધુ માહિતી માટે આઇ-ખેડૂત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in વેબ સાઈટ પર જોવા નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત નર્મદા-રાજપીપલા તરફથી જાણવા મળ્યું છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here