છોટા ઉદેપુર નગરમાં આવેલ સરદાર પટેલ ગાર્ડનની લાઈટો અલાઉદ્દીનના જીનની જેમ ગાયબ… કે પછી કોઈ કાઢી ગયું..!!?

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટા ઉદેપુર નગર ની મઘ્ય માં આવેલું સરદાર પટેલ ગાર્ડન માં બે થી અઢી વર્ષ અગાઉ લાખો ના ખર્ચે નવીનીકરણ કરવામા આવ્યું હતું. નવા રૂપ રંગ અને સુવિદ્યા ઓ સાથે તથા વોકિંગ ટ્રેક તેમજ અવનવી મનોરંજન ના સાધનો, ફુવારા અને બાળકો ને રમવાના સાધનો થી સજ્જ કરવામાં આવ્યું હતું. એની સાથે ગાર્ડનની ફરતે નવી કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી હતી. જેની ઉપર લાખોના ખર્ચે લાઈટો મૂકવામાં આવી હતી. પરતું હાલમાં કમ્પાઉન્ડ વોલની ઉપર મુકેલી લાઈટો ઘણી તૂટેલી અવસ્થા માં અને ઘણી બંધ જોવા મળે છે જ્યારે ઘણી જગ્યાએ થી લાઈટો જ ગાયબ થઈ ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે. શું આ લાઈટો કોઇ કાઢી ગયુ કે કેમ ? પ્રજામાં પ્રશ્ન ઉઠી રહ્યો છે.

છોટા ઉદેપુર નગર માં રજવાડી સમય થી કુલ બે ગાર્ડન આવેલાં છે. જેનો વહીવટ નગરપાલિકા કરી રહી છે. જેમાં રોજ સાંજે હરવા ફરવા અને રમવા માટે નગરની પ્રજા પોતાના બાળકો ને લઈને મોટી સંખ્યામાં આવે છે. પરતું બગીચાના હાલ હવાલ સારા જોવા મળતા નથી. ક્યાંક સાધનો તૂટેલા હોય તો ક્યાંક ઘાંશ ઉગી નીકળેલું હોય અને ઘણી જગ્યાએ લાઈટો ન હોવાના કારણે અંધારું જોવા મળે છે. જેનાં કારણે લોકોને બગીચામાં બેસવાની અને બાળકોને રમવાની ભારે તકલીફ પડી રહી છે. જ્યારે બગીચામાં તો ઠીક પરતું બગીચાની કમ્પાઉન્ડ વોલ ઉપર બેસાડેલી લાઈટો ના પણ ઠેકાણા હોતા નથી. સરદાર પટેલ ગાર્ડન ની કમ્પાઉન્ડ વોલ ઉપર બેસાડેલી લાઈટો બંધ, તૂટેલી જોવા મળે છે. તથા ઘણી જગ્યાએ લાઈટો જ નથી. જે પ્રશ્ન .. આ લાઈટો ગઈ તો ક્યાં ગઈ?? નગર માં ચર્ચાઈ રહ્યો છે.

છોટા ઉદેપુર નગર પાલિકા હાલ માં વહીવટદાર ના હવાલે છે. પરતું જ્યારે જ્યારે નવું બોર્ડ રચાય ને નવી બોડી બને ત્યારે બગીચા પાછળ કરોડો રૂપિયા નો ખર્ચો કરી દેવામાં આવે છે. શું એકની એક વસ્તુ પાછળ વારંવાર ખર્ચ કરવો જરૂરી છે? શું બાગ બગીચા માં બેસાડવામાં આવતા સાધનો તથા વસ્તુઓ શું સારી ક્વોલિટી ની નાખવામાં નઇ આવતી હોય? કે દર અઢી વર્ષે બાગ બગીચા નું નવીનીકરણ કરવું પડે . એવાં ઘણાં પ્રશ્નો પ્રજામાં ઉઠી રહયા છે.

છોટા ઉદેપુર નગર માં પ્રજાની સવલતો માટે નગરપાલિકા દ્વારા કરોડો નો ખર્ચ કરવામાં આવે છે. જે ખૂબ સારી બાબત છે જેનો પ્રજાજનો લાભ પણ ઉઠાવે છે અને ઘણાં કામો વખાણવા લાયક પણ છે. પરતું બાગ બગીચા માં કરવામાં આવતો ખર્ચ ઉપર ઘણી શંકાઓ સેવાઈ રહી છે. બગીચામાં થી કે બગીચાની કમ્પાઉન્ડ વોલ ઉપર થી લાઇટ જેવા સાધનો ગાયબ થવા . જે ભારે ચર્ચાસ્પદ કિસ્સો છે. નગરમાં આવેલા ગાર્ડન માં જે ચોકીદારો રાખવામાં આવ્યાં છે. તે શું ધ્યાન નહી આપતા હોય? રાત્રીના સમયે આ અંગે યોગ્ય ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. નગરની મધ્યમાં આવેલ સરદાર પટેલ ગાર્ડન ને અડીને મહીલા પોલિસ ચોકી આવેલી છે. સદર રસ્તા ઉપર તંત્ર દ્વારા ચારેતરફ સીસી ટીવી કેમેરા પણ લગાડવામાં આવેલાં છે. તે છતા બગીચાની દીવાલ ઉપર લગાડેલી લાઈટો ગાયબ થઇ જાય તે ક્યાં સુધી વ્યાજબી કહેવાય. તેની તંત્ર દ્વારા તપાસ થાય તે જરુરી છે. નગરમાં આવેલા બગીચાઓ માં મજબૂત ચોકીદાર મૂકવામાં આવે તેવી પણ પ્રજામાં માંગ ઉઠી છે.

છોટા ઉદેપુર નગર માં રાત્રીના સમયે અસામાજિક તત્વો ને ખદેડવા જરૂરી.

છોટા ઉદેપુર નગર ના ઘણાં વિસ્તારોમા રાત્રીના સમયે પુર ઝડપે યુવાનો વાહનો હાંકતા જોવા મળે છે. રાત્રે સૂમસામ વિસ્તાર તેમજ રહેણાંક વિસ્તારમાં પુર ઝડપે વાહનો ચલાવતા યુવાનોથી રહીશો ત્રાસી ગયા છે. જ્યારે ઘણાં વિસ્તારો અને બજાર વિસ્તારમા રાત્રીના સમયે જાહેર જગ્યાઓ ઉપર ઘેરો નાખીને અસામાજિક તત્વો બેસી રહેતાં હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. જાહેર સ્થળે અમુક દુકાનો પણ મોડી રાત સુધી ખુલ્લી જોવા મળે છે. જેની આસપાસ લોકો અડ્ડો જમાવી ને બેઠા હોય છે. જે અંગે પણ તંત્રએ કાળજી રાખવી જરૂરી છે. મોડી રાત સુધી ખુલ્લી રહેતી દુકાનો પણ બંધ કરાવવી તંત્રની પ્રાથમિક ફરજ માં આંવે છે. પોલીસ પેટ્રોલિંગ તો કરતી જ હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here