છોટાઉદેપુર નગરમાં મૂકવામાં આવેલું ડોમેસ્ટિક વેસ્ટ હેઝાડીયસ મશીન બિન ઉપયોગી થઈ પડ્યું જાહેર જગ્યામાં ખુલ્લામાં કચરા ના ઢગલાથી રોગચાળાનો ભય

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુરમાં ગંદકી નું સામ્રાજ્ય જ્યારે સ્વચ્છ ભારત મિશન લીરેલીરા ઉડતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે

છોટાઉદેપુર નગરમાં આવેલી નાના તળાવ કિનારે નગરપાલિકા દ્વારા ડોમેસ્ટિક વેસ્ટ હેઝાડીયસ મશીન મૂકવામાં આવ્યો છે આ મશીનમાં કચરો નાખી તેને બાળવામાં આવતો હોય જેના કારણે મશીનમાં કચરો બળવાથી પ્રદુષણ ફેલાય નહીં જે માટે આ મશીન નગરપાલિકા દ્વારા 2018 માં વસાવવામાં આવ્યું હતું પરંતુ આ મશીનનો ઉપયોગ નિયમિતપણે થતો નથી કે કેમ તેવી ફરિયાદો ઉઠી છે જ્યારે મશીનની ચારે તરફ ગંદો કચરો ફેલાયેલો જોવા મળી રહ્યો છે. જ્યારે આ મશીન કચરો બાળતું નથી જે કેમ એ પ્રશ્ન છે. અને જાહેર જગ્યાઓ ઉપર ખુલ્લામાં કચરાના ઢગલા મશીનની આજુબાજુ જોવા મળી રહ્યા છે આસપાસ જાહેર માર્ગ જતો હોય પસાર થતી વ્યક્તિઓને પણ દુર્ગંધનો સામનો કરવો પડે છે. જ્યારે રખડતા પશુઓ સિંગલયુઝ પ્લાસ્ટિક ની વચ્ચે કચરાના ઢગલામાં મોઢું મારી રહ્યા છે. ખુલ્લામાં પડેલા કચરાને કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. શું રોગચાળો ફેલાય તો જવાબદાર તંત્ર રહેશે?

છોટાઉદેપુર નગરમાં પાંચ વર્ષ પહેલા પ્રજાની સુવિધા તથા પ્રદૂષણ અટકાવવા માટે અને કચરાનો યોગ્ય નિકાલ થાય તે માટે આ ડોમેસ્ટિક વેસ્ટ હેઝાડીયસ મશીન ખરીદવામાં આવ્યું હતું આ કચરો બાળવાનું મશીન ની અંદર કચરો નાખી તેને બાળવામાં આવે છે અને બહાર નીકળતી હવા પ્રદુષણ ફેલાવતી નથી જે પર્યાવરણને અને માનવ જીવનને ઘણી મોટી સ્વાસ્થ્ય સંબંધી તકલીફમાંથી બચાવી શકે છે પરંતુ હાલની પરિસ્થિતિને જોતા આ મશીન નિયમિતપણે ઉપયોગ થતો નથી જ્યારે હાલ બંધ અને બગડેલી હાલતમાં હોય તેમ જણાઈ રહ્યું છે જ્યારે છોટાઉદેપુર નગરમાં સૂકો અને ગંદો કચરો ના ઢગલા ઘણી જગ્યાએ જોવા મળી રહ્યા છે જેને સાફ કરાવવા પણ ઘણા જરૂરી છે પરંતુ હાલ જે કચરો છે એ ઉઠાવવામાં આવતો નથી અને નવા ખર્ચ કરીને નાણાં ફાળવી દેવામાં આવે છે હાલ વહીવટ દરને હવાલે ચાલતી પાલિકાનો વહીવટ બે ચાર વ્યક્તિના ઈશારે થતો હોય તેમ પ્રજામાં જોર શોરથી ચર્ચાઈ રહ્યું છે
જ્યારે નગરમાં હાલમાં ચોમાસાનો માહોલ ચાલતો હોય વરસાદને કારણે ગંદકી કીચડ વધુ થતું હોય છે. જ્યારે રોડ પર તથા રોડની આસપાસ પડેલો કચરો વધુ દુર્ગંધ મારતો હોય કચરાના ઢગલા ની આસપાસ રહેણાંક વિસ્તાર આવેલો હોય જેથી પ્રદૂષણને કારણે પ્રજાએ ભારે તકલીફ ભોગવવાનો વારો આવે છે સાથે સાથે મચ્છર તથા અન્ય જીવજંતુઓનો પણ ડર રહેલો છે જેના કારણે ડેન્ગ્યુ તથા મેલેરિયા જેવી બીમારી થવાની પણ શક્યતાઓ રહેલી છે જેથી સદર બીનઉપયોગી મશીનને શરૂ કરવામાં આવે અને કચરાનો નિકાલ કરવામાં આવે તેવી પ્રજાની માંગ ઉઠી છે આ અંગે તંત્ર તાત્કાલિક પગલા ભરે એ ખૂબ જરૂરી છે

છોટાઉદેપુર નગરમાં ચારે તરફ બજારોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની બોલબાલા જોવા મળી રહી છે સિંગલ યુઝ પ્લાસ્ટિક જેના કારણે પશુ અને માનવ ના સ્વાસ્થ્ય ઉપર ભારે ગંભીર અસરો પડતી હોય જ્યારે પર્યાવરણ ઉપર પણ ભારે ગંભીર અસર થતી હોય છે સિંગલ યુઝ પ્લાસ્ટિક કચરાના ઢગલા થી માંડી બજારોમાં ખુલ્લામાં પડેલા જોવા મળે છે પરંતુ તેની સાફ-સફાઈ પણ કરવામાં આવતી નથી એટલું જ નહીં પરંતુ સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર રોક લગાવવામાં આવી હોય પરંતુ તેની ઉપર કાર્યવાહી કરવા તંત્ર નબળું પુરવાર થયું છે હાલ તસવીરમાં જોઈ શકાય છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઢગલા વચ્ચે પશુઓ કરી રહ્યા છે જે પશુના સ્વાસ્થ્ય માટે પણ જોખમ રૂપ છે અંગે જિલ્લા કક્ષાના અધિકારીઓ પગલા ભરશે કે સૂચન કરશે કે સ્વચ્છ ભારત મિશનના લીરેલીરા ઉડવા દેશે તેઓ પ્રશ્ન પ્રજામાં ઉઠી રહ્યો છે

છોટાઉદેપુર નગરમાં થોડા દિવસ પહેલા ત્રિમાસુન કામગીરી કરવામાં આવી હતી જેમાં ઘણી જગ્યાઓ ઉપર વૃક્ષની ડાળીઓ કાપવામાં આવી હતી પરંતુ હજુ ઘણી જગ્યા ઉપરથી એ કાપેલી ડાળીઓ ઉઠાવવામાં આવી નથી. જેના કારણે આ વૃક્ષો ની કાપેલી ડાળીઓ શાળાઓ તથા જાહેર જગ્યા ઉપર પડેલી જોવા મળી રહી છે જેને સાફ કરવી તંત્રની પ્રથમ જવાબદારી આવે છે પરંતુ ઘણી જગ્યાઓ ઉપર હજુ પડેલી જોવા મળી રહી છે તે ક્યારેય સાફ થશે કે ચોમાસા પછી તે એક પ્રશ્ન રજામાં ઉઠી રહ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here