છોટાઉદેપુર નગરમાં મુખ્ય બજારમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા દુર્ગંધથી પ્રજા પરેશાન

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર નગરમાં છેલ્લા કેટલા સમયથી કચરો અને ગંદકી બાબતે ભારે સમસ્યાનું સર્જન થયું છે યોગ્ય સફાઈ હાથ ન ધારતા ખીચડ અને ગંદકી ફેલાતા મુખ્ય બજારોમાં કચરાના ઢગલા દુર્ગંધ મારે છે જેને સાફ કરવાનો તંત્ર પાસે સમય નથી જ્યારે કચરા માટે લાખો રૂપિયા ફાળવવામાં આવતા હોય છે પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા કચરો સાફ થતો નથી. માત્ર સબ સલામત ની વાતો ચાલતી હોય છે. એના કારણે પ્રજાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે પરંતુ પેટનું પાણી હતું નથી સ્વચ્છ ભારત મિશન એ સરકાર ના મહત્વના એજન્ડા માં આવતું હોય પરંતુ છોટાઉદેપુર સ્વચ્છ નથી તેવું લોક મૂખે ચર્ચાઇ રહ્યું છે જ્યારે તસ્વીરમાં પણ જોઈ શકાય છે કે મુખ્ય બજારોમાં ઠેર ઠેર કચરાના ઢગલા પડેલા જોવા મળે છે.
છોટાઉદેપુર નગરના મુખ્ય બજારમાં જ્યાં શાક માર્કેટ ભરાય છે તેની આસપાસના વિસ્તારોમાં કચરાના ઢગલા અને પ્લાસ્ટિક જોવા મળી રહ્યું છે જે પ્લાસ્ટિક અને ગંદો કચરો આજરોજ બપોરના એક કલાક સુધી સાફ કરવામાં આવ્યો ન હતો સદર જગ્યા ઉપર ખાણીપીણીની લારીઓ ઊભી રહેતી હોય જ્યારે શાક માર્કેટ પણ ભરાતું હોય ત્યાં નગરની પબ્લિક ખાવા અર્થે આવતી હોય છે પરંતુ કચરાના ઢગલા ભારે દુર્ગંધ ફેલાવતા હોય અને સાથે સાથે મચ્છરોનો ઉપદ્રવ હોય અન્ય જીવાતો બાજુમાં આવેલું તળાવ ના કારણે ઉડતી હોય ડેન્ગ્યુ મલેરિયા જેવી બીમારીઓ પ્રજાને થાય તો જવાબદારી કોની શું આ કચરાના ઢગલા સાફ કરવામાં આવશે કે કેમ ? કે પછી સ્વચ્છ ભારત મિશનની માત્ર વાતો થશે તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે . જ્યારે કચરાને કારણે પ્રજા અસહ્ય ભારે હાલાકી ભોગવી રહી છે. જ્યારે કચરા માટે લાખો રૂપિયા ફાળવવામાં આવે છે પરંતુ કચરો ઉઠાવતો નથી જ્યારે ચાલતી ચર્ચાઓ મુજબ પાલિકાનું તંત્ર બે ચાર વ્યક્તિના ઈશારે ચાલતું હોય તેવી વાતો વહેતી થઈ છે

હાલમાં થોડા દિવસ અગાઉ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા ના સર્કલ પાસે મૂકેલી સ્ટીલ ની રેલીંગો તૂટી ગઈ હતી જે સમાચાર પત્રમાં પ્રકાશિત થતા તંત્ર સફાળું જાગ્યું હતું અને સાફ-સફાઈ કરાવી રેલીંગો કાઢી લેવામાં આવી હતી જે વાતને આજે દસ દિવસ જેવો સમય થઈ ગયો પરંતુ હજુ સુધી નવી રેલિંગો લગાડવામાં આવી નથી. જ્યારે સર્કલ મજબૂત છે માત્ર રેલીંગો તૂટી ગઈ હતી તેમાં પણ આળસ કરવામાં આવતી હોય તેમ લાગી રહ્યું છે ઉચ્ચ અધિકારીઓ સદર બાબતે પગલા ભરે તેમ પ્રજા ઇચ્છવી રહી છે આવનારા દિવસોમાં બજારોમાં વધુ કચરો ફેલાય અને દુર્ગંધ મારે સાથે સાથે મચ્છર અને અન્ય જીવજંતુઓના ઉપદ્રવ વધી જાય તેને રોકવા તાત્કાલિક સાફ-સફાઈ હાથ ધરવી જોઈએ તેમ પ્રજા ઇચ્છતી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here