છોટાઉદેપુર જિલ્લાનો તુરખેડા ગામ આઝાદીના 77 વર્ષ પછી પણ રોડ રસ્તા અને પ્રાથમિક શાળાથી વંચિત…

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામ ખાતે આજે પણ રોડ રસ્તાનો અભાવ હોય જયારે ગામમાં પ્રાથમિક શાળા પણ નં હોય બાળકોએ અભ્યાસ અર્થે 7 કિલોમીટર દૂર જવુ પડે છે આઝાદીના 77 વર્ષ પછી પણ છોટાઉદેપુર જિલ્લાના આંતરિયાળ વિસ્તારોમાં આ પરિસ્થિતિ હોય તો વિકાસ શાનો એ પ્રશ્ન ઉઠ્યો છે? શુ વિકાસ ગાંડો થયો છે કે વિકાસ થયોજ નથી. પ્રજામાં પ્રશ્ન છે આજેપણ હૈયાવરાળ ઠાલવી રહ્યા છે ગામ લોકો
છોટાઉદેપુર જિલ્લાના છેવાડે આવેલું કાવાટ તાલુકાનું તૂરખેડા ગામમાં વિકાસ વર્ષોથી થયો નથી. જે નરી આંખે દેખાઈ રહ્યું છે આ ગામમાં રોડ રસ્તા,ની સાથે સાથે આરોગ્યની સુવિધા નો અભાવ છે 108 જેવી ઇમરજન્સી સેવાઓ પોહચી શક્તિ નથી જે એક વિડમ્બના છે સરકાર આદિવાસીઓ ના વિકાસ અર્થે લાખો નો ખર્ચ કરે છે પરંતુ સદર ગામની હાલત કઈ અલગજ છે જેમાં પ્રજાને પ્રાથમિક સુવિધાઓ થી વંચિત રાખ્યા છે જે ભારે દયનિય લાગે છે
અત્રે ઉલ્લેખનીય છે કે સદર ગામમાં આરોગ્ય લક્ષી સુવિધાની સાથે સાથે શૈક્ષણિક સુવિધાનો પણ અભાવ છે 7 કિલોમીટર ચાલીને બીજે ગામ અભ્યાસ અર્થે બાળકોએ જવુ પડે છે જ્યારે કોઈનું આરોગ્ય જોખમાય તેવા સમયે પલંગમાં સુવાડી ને દર્દીને કવાંટ મુખ્ય મથક સુધી જવુ પડે છે પરંતુ ઈલાજ થતો નથી અને ઘણીવાર જિલ્લા મથક સુધી આવવું પડે છે.

તુરખેડા ગામના રહીશ અશ્વિનભાઇ રામલાભાઈ રાઠવા રે આંબા ફળીયું જણાવી રહ્યા છે કે અમારા ગામમાં આરોગ્ય, શિક્ષણ, પાણી, રોડ રસ્તા, જેવી પ્રાથમિક સુવિધાઓ થી વંચિત છે જેના કારણે ગામલોકોને ભારે તકલીફ પડે છે મહિલાઓ ને પ્રસુતિ થવાની હોય તો સારવાર અર્થે લઇ જવાની તકલીફ પડે છે રસ્તા નહીં હોવાને કારણે વાહનો આવી શકતા નથી જેસીબી મશીન થી પાણીના ખાડા ખોદવા પડે છે માત્ર ચોમામાં પાણી મળે છે ત્યારબાદ પાણી મળતું નથી અને ખાડા ખોદિને પાણી મેળવવું પડે છે.

તુરખેડા ગામની મહિલા કાજલબેન ને પ્રસુતિ ની પીડા ઉપડતા વાસની ઝોળી બનાવી સુવાડી 7 કિલોમીટર ચાલી સગા સબંધીઓ દ્વારા લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ 108 માં કાવાટ ના આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવામાં આવ્યા હતા તેનો વિડિઓ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો ત્યારબાદ સદ નસીબે સફળ પ્રસુતિ થતા પરિવાર જનોએ રાહતનો શ્વાસ લીધો હતો : રાઠવા અસ્વિનભાઈ રામલાભાઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here