છોટાઉદેપુરના ચીલરવાંટ માંજી ફળીયામાં રહેતો વ્યક્તિ કોઈને કંઈ કહ્યા વગર ઘરેથી નીકળ્યા બાદ ગુમ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર પોલીસ સ્ટેશનની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ છોટાઉદેપુરના ચીલરવાંટ માંજી ફળીયામાં રહેતા દિલીપભાઈ રણછોડભાઈ રાઠવા તા.૧૨/૦૪/૨૦૨૪ ના રોજ બપોરના ૦૧-૩૦ આસપાસ પોતાના ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર ક્યાંક જતા રહ્યા બાદ હજુ સુધી ઘરે પરત આવ્યા ન હોઈ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધવામાં આવી છે.

આ વ્યક્તિની ઉંમર આશરે ૪૦ વર્ષની છે. સફેદ ટીશર્ટ અને ભૂરા કલરનું પેન્ટ પહેરેલ છે. આશરે છ ફુટ ઉંચાઈ છે. શરીરે મધ્યમ બાંધાના અને રંગે ઘઉં વર્ણા છે. આ વ્યક્તિ કોઈને મળી આવે તો છો.ઉ.પો.સ્ટે.મો.નં. ૭૪૩૩૯૭૫૯૩૫ અથવા અ. હે.કો. નરેશભાઈ નગીનભાઈના મો.નં. ૮૧૪૧૫૭૨૯૨૯ પર સંપર્ક કરીને જાણ કરવા આ યાદીમાં વધુમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here