એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત લીંડા મોડલ સ્કુલ ખાતે તા. ૪ જુલાઈના રોજ “સંપૂર્ણતા અભિયાન લોંચીંગ” કાર્યક્રમ યોજાશે

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

નિતિ આયોગ દ્વારા વર્ષ ૨૦૧૮માં એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો, જેની ભવ્ય સફળતા બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તા.૦૭/૦૧/૨૦૨૩ના રોજ એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં સમગ્ર દેશમાંથી પસંદ કરવામાં આવેલા ૫૦૦ તાલુકાઓમાં ગુજરાતના ૧૩ તાલુકાનો તથા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ અને નસવાડી તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

છોટાઉદેપુર જિલ્લાના એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામના ૩૯ ઇન્ડિકેટર્સ પૈકી ૬ ઇન્ડિકેટર્સ વિશે અવેરનેસ અને આગામી ૩ મહિનામાં ૧૦૦% ટાર્ગેટ સિધ્ધ કરવા માટે નસવાડી બ્લોકના લીંડા મોડલ સ્કુલ ખાતે તા.૦૪/૦૭/૨૦૨૪ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે “સંપૂર્ણતા અભિયાન લોંચીંગ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં જિલ્લાના અધિકારી-પદાધિકારીશ્રીઓ, અગ્રણીઓ તેમજ નિતિ આયોગના પ્રતિનિધિ ઉપસ્થિત રહેનાર હોવાનું જિલ્લા આયોજન અધિકારી દ્વારા જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here