વડોદરાના તાંદળજામાં મુખ્ય માર્ગ પર વિશાળ ભૂવો: સુરક્ષાના ભાગરૂપે એક તરફનો રસ્તો બંધ, ટ્રાફિક જામ…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

આશિયાના સોસાયટી નજીક માર્ગ ધસી જવાની ભીતિ, ડ્રેનેજનું પાણી વહેતાં સ્થાનિકોએ તાત્કાલિક સમારકામની કરી માંગ

વડોદરા: વડોદરા શહેરના તાંદળજા વિસ્તારમાં આવેલી આશિયાના સોસાયટી નજીક મુખ્ય માર્ગ પર વિશાળ ભૂવો પડતાં સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. ભૂવામાંથી સતત ડ્રેનેજનું પાણી વહેતું હોવાથી માર્ગ વધુ ધસી જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થાનિકોએ અકસ્માત ટાળવા માટે માર્ગની એક તરફનો વાહનવ્યવહાર બંધ કરી દીધો હતો. જેના કારણે વિસ્તારમાં ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, ભૂવો પડ્યા બાદ આ માર્ગ પરથી પસાર થવું જોખમી બની ગયું છે. જો તાત્કાલિક સમારકામ કરવામાં નહીં આવે તો વધુ ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી આશંકા છે.

સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક સ્થળનું નિરીક્ષણ કરીને ભૂવાનું સમારકામ કરવા તેમજ માર્ગને સુરક્ષિત બનાવવા માટે ઝડપથી કાર્યવાહી કરવાની માંગ કરી છે.



આ પણ વાંચો :-