હાલોલ તાલુકા વિઠ્ઠલપૂરા પ્રા .શાળા ખાતે પર્યાવરણના જતન અને સંરક્ષણ માટે નો અભૂતપૂર્વ કાર્યક્રમ “હરિયાળુ હાલોલ અભિયાન” નો સમાપન સમારોહ યોજાયો

હાલોલ, (પંચમહાલ) ઈરફાન શેખ :-

સન ફાર્મા હાલોલ દ્વારા હાલોલ તાલુકામાં પર્યાવરણના જતન માટે હરિયાળુ હાલોલ અભિયાન કાર્યક્રમ અંતર્ગત હાલોલ તાલુકા ની પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓ થઈ કુલ 200 ઉપરાંત ની શાળાઓ ગ્રામ પંચાયતો ની ખુલ્લી જગ્યાઓ યુટીલીટી સેન્ટર વગેરે સ્થળોએ થઈ 20,000 છોડોનું વિતરણ અને વાવેતર કરવામાં આવ્યું હતું તથા શાળાઓ ના બાળકોમાં પર્યાવરણ પ્રેમ વધે તે માટે નિબંધ અને ચિત્ર સ્પર્ધા નું આયોજન 50 શાળાઓમાં કરવામાં આવ્યું જેમાં 1500 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં 300 બાળકોએ પ્રોત્સાહક ઇનામ અને શાળા ને સ્મૃતિ ભેટ આપવામાં આવી આ સમાપન સમારોહ કાર્યક્રમમાં માનનીય જયદ્રથસિંહજી પરમાર ધારાસભ્ય શ્રી હાલોલ ના અધ્યક્ષ સ્થાને વિઠ્ઠલપુરા પ્રાથમિક શાળા તાલુકા હાલોલ ખાતે યોજાયો જેમાં સન ફાર્મા હાલોલના શ્રીમાન પ્રતીકભાઈ પંડ્યા સી.એસ.આર. વિભાગ શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ તથા અન્ય મહાનુભાવો ની હાજરીમાં કાર્યક્રમ પૂર્ણ થયો.