શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને શેઠ પી.ટી.આર્ટ્સ અને સાયન્સ કૉલેજના ઈતિહાસ વિભાગના સંયુકત ઉપક્રમે વ્યાખ્યાનનું આયોજન કરાયું

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને શેઠ પી.ટી.આર્ટ્સ અને સાયન્સ કોલેજના સંયુકત ઉપક્રમે કુલપતિ શ્રી ડૉ. પ્રતાપસિંહ ચૌહાણ અને પ્રિન્સીપાલ શ્રી એમ.બી.પટેલ તેમજ ઈતિહાસ વિભાગના અઘ્યક્ષશ્રી ડૉ.સુરેશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તારીખ ૧૧-૯-૨૦૨૪ના રોજ ગોધરા ખાતે ગુજરાત યુનિવર્સિટીમાં ઈતિહાસ વિભાગના અધ્યક્ષ તરીકે ફરજ બજાવતા શ્રી ડૉ. અરુણભાઈ વાઘેલાની હજારોમાં વિદ્યાર્થીઓ માટે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વ્યાખ્યાન “ઐતિહાસિક પદ્ધતિઓનું અધ્યયન અને પંચમહાલના ઈતિહાસ” વિષય ઉપર રાખવામાં આવ્યું હતું.બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહીને વ્યાખ્યાનનો લાભ લીધો હતો.

આ પ્રસંગે ગોધરા ઈતિહાસ વિભાગના પ્રો.રિંકલબેન ચૌધરી, ડૉ.પ્રતીકભાઈ ગઢવી તેમજ શેઠ પી. ટી આર્ટ્સ અને સાયન્સ કોલેજના ડૉ.ગૌતમભાઈ ચૌહાણ અને ડૉ.ભાવેશભાઈ ચૌધરી સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.