ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

ISRO દ્વારા બારમી જાન્યુઆરીએ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટને લોન્ચ કરવામાં આવી રહી છે. ભારત દ્વારા 2026નું આ પહેલું મિશન છે જેમાં PSLV-C62નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ મિશનનો પ્રાઇમરી પેલોડ EOS-N1 એટલે કે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. આ સેટેલાઇટને થાઇલેન્ડ અને યુનાઇટેડ કિંગડમ દ્વારા બનાવવામાં આવી છે. આ મિશનમાં એની સાથે અન્ય 14 કો-પેસેન્જર સેટેલાઇટ્સને પણ લોન્ચ કરવામાં આવશે. ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ કસ્ટમરની આ સેટેલાઇટ્સને ISRO દ્વારા લોન્ચ કરવામાં આવી રહી છે.
સેટેલાઇટ લોન્ચ માટેનું કાઉન્ટડાઉન 11મી જુલાઈએ શરૂ થશે. PSLV રોકેટની આ 64મી ફ્લાઇટ છે. પ્રાઇમરી પેલોડ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટને સન-સિન્ક્રોનસ ઓર્બિટમાં લોન્ચ કરવામાં આવશે. સેટેલાઇટ લોન્ચ થયાની 17 મિનિટની અંદર એને ઓર્બિટમાં મૂકી દેવામાં આવશે. આ રોકેટનું ચોથા સ્ટેજનું સેપરેશન અને સ્પેનિશ સ્ટાર્ટઅપની કેસ્ટ્રેલ ઇનિશિયલ ટેકનોલોજી ડેમોનસ્ટ્રેટર કેપ્સ્યુલનું ડેમોનસ્ટ્રેશન લોન્ચ થયાના બે કલાક બાદ કરવામાં આવશે.
ISROના વિજ્ઞાનીઓ કેસ્ટ્રેલ ઇનિશિયલ ટેકનોલોજી ડેમોનસ્ટ્રેટર કેપ્સ્યુલનું ડેમોનસ્ટ્રેશન કરવા અને પૃથ્વી પર એની ફરી એન્ટ્રી માટે રોકેટના ચોથા સ્ટેજની શરૂઆત કરશે. આ કેપ્સ્યુલની સાઉથ પેસિફિક ઓશનમાં સ્પ્લેશડાઉન કરવામાં આવશે. PSLV રોકેટ અત્યાર સુધી 63 ફ્લાઇટ કરી ચૂક્યું છે, જેમાં ચંદ્રયાન-1, માર્સ ઓર્બિટ મિશન અને આદિત્ય-L1 જેવા ઘણાં મહત્ત્વના મિશનનો પણ સમાવેશ થાય છે.