પંચમહાલમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ની તૈયારીઓને લઈને સમીક્ષા બેઠક, 17 સપ્ટેમ્બરથી જનભાગીદારી સાથે વિવિધ કાર્યક્રમો યોજાશે…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

Kalam Ki Sarkar News / પંચમહાલ: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યમાં યોજાનાર ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન અને અસરકારક અમલીકરણ માટે પંચમહાલ જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન આગામી તા. 17 સપ્ટેમ્બરથી તા. 17 ઓક્ટોબર 2026 દરમિયાન સમગ્ર પંચમહાલ જિલ્લામાં યોજાનારા વિવિધ સેવાકીય, સાંસ્કૃતિક અને જનજાગૃતિના કાર્યક્રમો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમોના આયોજન અને અમલીકરણ અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશો પણ આપવામાં આવ્યા હતા.

‘આશીર્વાદનો દીવડો’થી ‘વિકસિત ભારત 2047’નો સંકલ્પઅભિયાન અંતર્ગત ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ હેઠળ દરેક બૂથ પર પરિવારો દ્વારા દીપ પ્રગટાવી 25 વર્ષના જનસેવા કાર્ય પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવશે અને ‘વિકસિત ભારત 2047’નો સંકલ્પ લેવામાં આવશે.

આ ઉપરાંત, દેશભરની શાળાઓમાં ‘25 કરોડ બાળકોના સપનાનું ભારત’ થીમ આધારિત ચિત્ર તથા વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવશે.

ગામડાં અને શહેરોમાં ‘નમો સેવા ગાથા’ દ્વારા જનજાગૃતિજિલ્લાના ગામડાં અને શહેરોમાં 25 વર્ષના સેવા કાર્ય તેમજ વિવિધ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા ‘નમો સેવા ગાથા’ અંતર્ગત શેરી નાટકોનું આયોજન કરવામાં આવશે.

તદુપરાંત, તા. 25 સપ્ટેમ્બરથી તા. 7 ઓક્ટોબર દરમિયાન આંગણવાડી કેન્દ્રો પર ‘આંગણાનો ઉત્સવ’ ઉજવવામાં આવશે. આ કાર્યક્રમો દરમિયાન પોષણ, આરોગ્ય અને મહિલા લક્ષી યોજનાઓ અંગે લોકોને માહિતી આપવામાં આવશે.લાભાર્થીઓના જીવનમાં આવેલા પરિવર્તનની ગાથા રજૂ કરાશેસરકારી યોજનાઓના લાભથી લાભાર્થીઓના જીવનમાં આવેલા પરિવર્તનને ‘વાર્તા પરિવર્તનની’ શ્રેણી હેઠળ ટૂંકી વીડિયો વાર્તાઓના માધ્યમથી લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે.

નાગરિકોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ‘સેવા મારો યોગદાન’ અંતર્ગત નિર્ધારિત ‘25 સેવાકાર્યો’માંથી કોઈપણ એક કાર્ય પસંદ કરી સમાજસેવામાં યોગદાન આપવા માટે પણ આહ્વાન કરવામાં આવ્યું છે.તમામ વિભાગોને સંકલન સાથે કામગીરી કરવા કલેક્ટરનો અનુરોધજિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ જિલ્લાના તમામ વિભાગોને પરસ્પર સંકલન જાળવીને ‘સેવા, સમર્પણ અને જનભાગીદારી’ના આ મહાયજ્ઞને સફળ બનાવવા તેમજ ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પને સાકાર કરવા પ્રતિબદ્ધતા સાથે કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નીરજભાઈ પટેલ, નિવાસી અધિક કલેકટર શ્રી જે.જે. પટેલ, જિલ્લા અગ્રણી મયંક દેસાઈ, સંગઠન અગ્રણીઓ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



આ પણ વાંચો :-