નસવાડી તાલુકાના તણખલા ગામે ચૈતર વસાવાએ પ્રજા સાથે કર્યો સંવાદ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

કવાંટ તાલુકાના તુરખેડા ગામે રોડ રસ્તા ના અભાવે સગર્ભા મહિલા નુ મોત નિપજ્યુ તેને લઈ ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા એ પરિવારને સાંત્વના આપવા આવ્યા ત્યાર બાદ તણખલા ગામે મુલાકાત લીધી જેમા ખુબ મોટી સંખ્યામાં લોકો ચૈતર વસાવા ને મળવા માટે આવ્યા હતા અને તણખલા ગામના કેટલાક પ્રશ્નો ની રજૂઆત કરવામાં આવી હતી અને ચૈતર વસાવા એ લોકોને સાંભળ્યા હતા પરંતુ સમયના અભાવે તેમને બીજી વાર તણખલા ગામે આવવાનુ વચન આપ્યુ છે અને તમામ ના પ્રશ્નો સાંભળી સરકાર સુધી પોહચાડવાની વાત કરવામાં આવી હતી.