ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ:-
પંચમહાલ જિલ્લામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડ પરીક્ષા
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા. ૨૬ મી ફેબ્રુઆરી થી તા. ૧૮ માર્ચ સુધી ધોરણ -૧૦ અને ધોરણ -૧૨ ની સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા યોજવામાં આવનાર છે.
જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર શાંતિપૂર્ણ રીતે પરીક્ષા લેવાય અને કોઈપણ પ્રકારની ગેરરીતિ ના થાય તે માટે જિલ્લાના વર્ગ-૧ અને વર્ગ-૨ના ૫૧ જેટલા અધિકારીઓની લાયઝન અધિકારી તરીકે જિલ્લા કલેકટરશ્રી અજય દહિયા દ્વારા નિમણૂક કરવામાં આવી છે.
પંચમહાલ જિલ્લામાં યોજાનાર ધો.૧૦ અને ધો.૧૨ ની આ પરીક્ષાઓ દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે જિલ્લા કંટ્રોલ રૂમ ઉભુ કરાયું છે. કંટ્રોલ રૂમનો ફોન નંબર- ૦૨૬૭૨ ૨૪૨૨૪૦ છે જેની પર સંપર્ક કરી પરીક્ષા સબંધિત જાણકરી અને અન્ય સહાય મેળવી શકાશે તેમ પંચમહાલના જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જણાવાયું છે.