મોટા નાયતા સરકારી માધ્યમિક શાળામાંધો.10 અને 12 ના વિધાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો…

ડીસા, (બનાસકાંઠા) જાનવી ગીરી :-

આજરોજ મોટા નાયતા સરકારી માધ્યમિક શાળામાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ હર્ષોલ્લાસ અને લાગણીસભર વાતાવરણમાં યોજાયો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત પાટણ જિલ્લા યુવા મોરચાના મહામંત્રીશ્રી ભરતજી ઠાકોર તથા તાલુકા પંચાયત સદસ્યશ્રી લવજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોટા નાયતા ગ્રામ પંચાયતના સરપંચશ્રી વિક્રમજી ઠાકોર, પ્રેમાજી ઠાકોર, ઠાકોર ધારસંગજી અને શાળાના આચાર્યશ્રી ચેતનભાઈ પ્રજાપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી તેમજ જીવનમાં ઉચ્ચ લક્ષ્યો પ્રાપ્ત કરવા પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું હતું. શાળાના તમામ શિક્ષકગણ અને વ્હાલા વિદ્યાર્થી ભાઈઓ-બહેનો ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં જોડાયા હતા.
વિદાય લેતા વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમ યાદગાર બની રહ્યો અને સૌએ તેમની ઉજ્જ્વળ કારકિર્દી માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી.