નસવાડી ખાતે ભાજપ દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

આજરોજ નસવાડી ખાતે ભાજપ પાર્ટી દ્વારા ૧૩૯ સંખેડા વિધાનસભા નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો જેમાં ચુંટણી પછી પહેલો કાર્યક્રમ આટલી મોટી સંખ્યામાં યોજાયો કાર્યક્રમની શરૂઆત પહેલા ટીમલી ગાયિકા ઊર્વી રાઠવા દ્વારા કેટલાક ગુજરાતી ગીત ટીમલી વગેરે ગીતો ગાઈને લોકોને ખુશ કર્યા હતા અને કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય અભેસિંહ તડવી બરોડા ડેરી ના વાઇસ ચેરમેન ગણપતસિંહ સોલંકી જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ વગેરે હોદ્દેદારો અને સંગઠન ના કાર્યકરો હાજર રહી આવનાર વર્ષ આપ સૌવ ના જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે તેવી મંગલ કામના સાથે શુભેચ્છાઓ પાઠવી હતી અને આ કાર્યક્રમ મા આવેલ તમામ લોકો માટે ભોજન ની વ્યવસ્થા કરી હતી કાર્યક્રમ પુર્ણ થયા બાદ લોકો ભોજન લઈ છુટા પડ્યા હતા.