લીમખેડા,(દાહોદ) કમલેશ ઉડણીયા :-

આ રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમમાં લીમખેડા ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર અને તાલુકા વિકાસ અધિકારી પ્રકાશભાઈ રાવત મામલતદાર શ્રી અનિલભાઈ વસાવા લીમખેડા તાલુકાના પંચાયતના પ્રમુખ શ્રીમતી ઇલાબેન મીનામા પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ મંગુભાઈ મુનિયા જિલ્લા પંચાયતના સભ્યો અને દરેક ગામના સરપંચો અને પૂર્વ સરપંચો અને આજુબાજુના ગામોના ખેડૂતો ભાઈઓ ને બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને રવિ કૃષિ પાકોની વિશે માહિતગાર કર્યા હતા
લીમખેડા દ્વારા કરવામાં આવેલ લાઇવ ઉપસ્થિત સૌએ માન્ય મંત્રીશ્રીની રવિ કૃષિ મહોત્સવ રવિ કૃષિ મહોત્સવ 2025 નો LCD પર લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ખેતીવાડી બાગાયત અને પશુપાલન ની વિવિધ યોજનાઓના લાભોનુ વિસ્તરણ કરવામાં આવ્યું
આ કાર્યક્રમમાં 10 જેટલા સ્ટોલ નુ આયોજન કરવામાં આવેલ અને જેમાં ખેતીવાડી યોજનાઓ વિશે પશુપાલન સહકાર વિભાગ પ્રાકૃતિક ખેતી અને કીટનાશક દવાઓ ખેતી ના ઓજારો બિયારણના સ્ટોલ ઉભા કરવામાં આવેલ જેની મુલાકાત સૌ એ મહાનુભાવો એ અને ખેડૂતોએ મુલાકાત લીધી હતી.