ગોધરા RTO દ્વારા ફેન્સી નંબર માટે ઓનલાઈન ઈ-હરાજી શરૂ થશે, 23 જૂન સુધી મળશે બિડિંગની તક…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

વાહન માલિકો હવે પોતાની પસંદગીના ‘ગોલ્ડન’ અને ‘સિલ્વર’ નંબર માટે ઓનલાઈન હરાજીમાં લઈ શકશે ભાગ

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO), ગોધરા દ્વારા વાહન માલિકોને પસંદગીના (Fancy) નંબર મેળવવાની સુવિધા અંતર્ગત ઓનલાઈન ઈ-હરાજી (E-Auction) યોજવાની જાહેરાત કરવામાં આવી છે. નવા વાહન ખરીદનારા માલિકો હવે પોતાની પસંદગીના ‘ગોલ્ડન’ અને ‘સિલ્વર’ નંબર મેળવવા માટે ઓનલાઈન બિડિંગ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.

RTO ગોધરા હેઠળ નોંધાતા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો માટે વિવિધ સિરીઝ જેવા કે GJ-17 BN, CE, CA, CK, CP સહિતના આકર્ષક નંબરો હરાજી માટે ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે.

મહત્વની તારીખો

  • રજીસ્ટ્રેશન શરૂ: હાલમાં ચાલુ
  • રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ: 21 જૂન 2026, બપોરે 3:59 વાગ્યા સુધી
  • ઈ-હરાજી (Bidding) શરૂ: 21 જૂન 2026, સાંજે 4:00 વાગ્યે
  • ઈ-હરાજી પૂર્ણ: 23 જૂન 2026, સાંજે 4:00 વાગ્યે

ફીનું ધોરણ

ગોલ્ડન નંબર

  • ટુ-વ્હીલર: ₹8,000
  • ફોર-વ્હીલર: ₹40,000

સિલ્વર નંબર

  • ટુ-વ્હીલર: ₹3,500
  • ફોર-વ્હીલર: ₹15,000

અન્ય પસંદગીના નંબર

  • ટુ-વ્હીલર: ₹2,000
  • ફોર-વ્હીલર: ₹8,000

અરજી કરવાની પ્રક્રિયા

  1. અરજદારે www.parivahan.gov.in/fancy પર જઈ નોંધણી કરાવી યુઝર આઈડી અને પાસવર્ડ મેળવવાનો રહેશે.
  2. વાહનની સેલ ઈન્વોઈસ અથવા વીમાની તારીખથી 7 દિવસની અંદર CNA ફોર્મ ભરવાનું રહેશે.
  3. હરાજીમાં સફળ થયેલા અરજદારે બાકી રકમ 5 દિવસની અંદર જમા કરાવવાની રહેશે.
  4. નિયત સમયમર્યાદામાં ચુકવણી નહીં કરવામાં આવે તો ભરેલી મૂળ રકમ (Base Price) જપ્ત કરવામાં આવશે.
  5. જે અરજદારોને પસંદગીનો નંબર ફાળવાશે નહીં, તેમને ભરેલી રકમ SBI e-Pay મારફતે પરત કરવામાં આવશે.

પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ગોધરાએ તમામ વાહન માલિકોને આ ઓનલાઈન હરાજીનો લાભ લઈ પોતાની પસંદગીનો નંબર મેળવવા અનુરોધ કર્યો છે.

આ પણ વાંચો :-