
ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-
ગોધરા ગ્રામ્યની જાહેર જનતા ૧૨ સપ્ટેમ્બર સુધી રૂબરૂ અથવા ટપાલ દ્વારા ગોધરા મામલતદાર કચેરી ખાતે અરજી રજૂ કરવાની રહેશે
ગોધરા ગ્રામ્ય અને તાલુકાની જાહેર જનતાને જણાવવાનું કે, માનનીય મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળનો તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૫/૦૯/૨૦૨૪ના રોજ સવારના ૧૧ કલાકથી પુર્ણ ન થાય ત્યાં સુધી યોજવામાં આવનાર છે.
સંબંધકર્તા નાગરિકોએ તેઓના (સેવાકીય,કોર્ટમેટર,રહેમરાહે નોકરી,પેન્શન સિવાયના) પ્રશ્નો લેખિતમાં તાલુકા સ્વાગતમાં તા.૧૨/૦૯/૨૦૨૪ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા મામલતદાર કચેરી, ગોધરા ગ્રામ્યને મોકલી આપવાના રહેશે.અરજી ઉપર “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ”ના મથાળા હેઠળ અરજી એવું સ્પષ્ટ દર્શાવવાનું રહેશે.તા.૧૨/૦૯/૨૦૨૪ સુધીમાં મળેલ અરજીઓનો ચાલુ માસમાં સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે.
તાલુકા સ્વાગત માટે
________________
(૧) લાંબા સમયના જ પડતર પ્રશ્નો અંગે જ અરજી કરવાની રહેશે.
(ર) તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને કરેલ રજુઆતની નકલ સહ અરજી કરવાની રહેશે.
(3)આ કાર્યક્રમમાં રજુ થતા પ્રશ્નોનો તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા જ તેમજ સેવાકીય,કોર્ટમેટર, રહેમરાહે નોકરી, પેન્શન, નિતિવિષયક તથા આક્ષેપો સિવાયના પ્રશ્નો હોવા જોઈએ.
(૪ )આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ પોતાના પ્રશ્નના જ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે. કોઈ વકીલ કે અન્ય વ્યક્તિ દ્વારા રજુઆત કરાવી શકાશે નહિ
(૫) આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે, સામૂહિક રજુઆતો કરી શકશે નહિ તેમ મામલતદારશ્રી ગોધરા ગ્રામ્ય દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.