ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-
લોક અદાલત થકી કુલ ૫,૨૭૧/- કેસોનો નિકાલ કરાયો, રૂ. ૧૫ કરોડ ૬૧ લાખથી વધુની રકમના સમાધાન હુકમ કરાયા
પંચમહાલ જિલ્લા ન્યાયાધીશ શ્રી સી.કે.ચૌહાણ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ અને ચેરમેન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ જીલ્લા અદાલત તેમજ તમામ તાલુકા કોર્ટોમાં આજે તા.૧૪ સપ્ટેમ્બર ૨૦૨૪, શનિવારના રોજ યોજાયેલી નેશનલ લોક અદાલતમાં સમાધાન પાત્ર ફોજદારી કેસો, મોટર એકસીડેન્ટ કલેઈમ પીટીશન, ચેક રિટર્નના કેસો, દેવા વસુલાતને લગતા કેસો તથા અન્ય પ્રકારના સમાધાન લાયક કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
આ લોક અદાલતમાં મોટર અકસ્માત વળતરના કેસોનો નિકાલ કરી કુલ રૂ.૩,૭૪,૯૬,૯૮૨/-નો વળતરનો હુકમ કરાયો હતો, જયારે ચેક રિટર્નના ૨૮૧ /-કેસોનો નિકાલ કરાયો હતો. લોક અદાલતમાં પક્ષકારો તથા વકીલોના સહયોગથી કુલ રૂ. ૧૫,૬૧,૮૪,૦૭૦/સમાધાનની રકમ થકી કુલ ૫,૨૭૧/-કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
નેશનલ નેશનલ લોક અદાલતને સફળ બનાવવા જિલ્લાના તમામ ન્યાયાધીશશ્રીઓ તથા કર્મચારીઓ અને જિલ્લા કાનુની સેવા સત્તા મંડળની ગોધરાની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવશ્રી દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.