ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

જિલ્લાના અધિકારી – પદાધિકારીઓએ ચર્ચ સર્કલ ખાતે આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી
તા. ૨ જી ઓકટોબરના મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે આજના દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાના વડાપ્રધાનશ્રીના આહવાન હેઠળ તેમજ “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” પખવાડીયાની ઉજવણીના ભાગરૂપે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ગોધરા તાલુકા પંચાયતના પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગબોર્ડના ચેરમેનશ્રી શીશપાલ રાજપૂત, પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી આશિષકુમાર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીઆ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે વૃક્ષારોપણ પૂર્વે ગોધરા ખાતેના ચર્ચ સર્કલ પાસે આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને મહાનુભાવો દ્વારા પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ધારાસભ્યશ્રીઓ સહિત જિલ્લાના અધિકારી – પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.