ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

આવનાર સમયમાં પંચમહાલ જિલ્લા અને ગોધરા શહેર સંગઠનમાં કંઈક નવાજુની થવાની ચર્ચાઓ..
આજ રોજ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ સંગઠનના વરિષ્ઠ આગેવાન શ્રી ઈલ્યાસ ભાઈ કુરેશી તેમજ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ચેતન ભાઈ પ્રમુખ દ્વારા ગોધરા તેમજ પંચમહાલ જિલ્લાનું નવું સંગઠન બનાવવા માટે કોંગ્રેસી આગેવાન તેમજ કાર્યકર્તાઓ પાસેથી સૂચનો માંગવામાં આવ્યા હતા….ગોધરા શહેર કોંગ્રેસ માયનોરિટી પ્રમુખ શ્રી ખાલિદ હાજી દાવ સાહેબે પણ આજ રોજ પ્રદેશ આગેવાનો સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા…આવનાર દિવસોમાં પંચમહાલ સંગઠનમાં મોટા ફેરફારો જોવા મળે એમાં કોઈ શંકાને સ્થાન નથી…આવનાર દિવસોમાં ગોધરા શહેરને યુવા કોંગ્રેસ પ્રમુખ મળી શકશે..