ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-

જન સામાન્યના પડતર પ્રશ્નોનો યોગ્ય અને ઝડપી નિકાલ કરવા તાકીદ કરાઇ
પંચમહાલ જિલ્લા કલેકટર કચેરી, ગોધરાના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લાના જન પ્રતિનિધિશ્રીઓના વિવિધ વિષયોને લગતી બાબતો જેવી કે, આવાસ યોજના સહાય ચુકવણી અને અમલીકરણ અંગે, બિન ખેતી શરતભંગ, નવા વીજ જોડાણના પ્રશ્નો, વીજ કાપના પ્રશ્નો, પ્રોપર્ટીકાર્ડ અંગેના પ્રશ્નો, પીવાના પાણી અંગેના અને રોડ રસ્તા દુરસ્તીના પ્રશ્નો, સહિતના પ્રજાલક્ષી પ્રશ્નોના નિવારણ અંગે યોગ્ય કાર્યવાહી કરવા સબંધિત અધિકારીઓને માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા હતા.
બેઠકમાં જિલ્લાના જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલ જન સામાન્યને સ્પર્શતા વિવિધ વિષયો જેવાં કે પડતર અરજીઓના નિકાલ અંગે, શ્રમિકો સબંધિત પ્રશ્નો, ઔદ્યોગિક સલામતી, નવા વીજ જોડાણ તથા પીવાના પાણી સબંધિત બાબતો અંગે સકારાત્મક અભિગમથી કામ કરવા તથા ઝડપી અને યોગ્ય નિકાલ કરવા સબંધિત અધિકારીઓને તાકીદ કરાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેકટરશ્રી જે.જે.પટેલ, પ્રાયોજના વહીવટદારશ્રી ડી.આર.પટેલ, હાલોલના ધારાસભ્યશ્રી જયદ્રથસિંહ પરમાર સહિત સર્વ પ્રાંત અધિકારીશ્રીઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, નગરપાલીકા ચીફ ઓફિસરશ્રી તથા વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.