ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠકમાં શાળાના વિકાસ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ.

પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય, ગોધરામાં આજે તા.૨૪ સપ્ટેમ્બર, બુધવારના રોજ બપોરના ૦૨-૦૦ વાગ્યે પંચમહાલના જિલ્લા કલેક્ટરશ્રી તથા શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ શ્રી અજય દહિયાની અધ્યક્ષતા હેઠળ શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં શાળાના પ્રાચાર્ય અને શાળા વ્યવસ્થાપન સમિતિના સચિવ શ્રી રૂપ કિશોર ચૌધરી દ્વારા શાળાના વિકાસ સંબંધિત વિવિધ કાર્ય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સમિતિના સભ્યો દ્વારા શાળા તથા વિદ્યાર્થીઓના હિતમાં વિવિધ મહત્વપૂર્ણ સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા.
પ્રાચાર્યશ્રી એ ખાતરી આપી કે સમિતિના અધ્યક્ષ તેમજ સભ્યો દ્વારા આપવામાં આવેલા સૂચનોની યોગ્ય રીતે અમલવારી કરવામાં આવશે. ત્યારબાદ શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોએ શાળામાં ચાલી રહેલા વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું અને તેની પ્રશંસા કરી હતી.
આ શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠકનો શુભારંભ સમિતિના અધ્યક્ષ જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા દ્વારા સરસ્વતી માતાની મૂર્તિ સમક્ષ દીપ પ્રગટાવિને કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાના સ્કાઉટ-ગાઇડના વિદ્યાર્થીઓ દ્વારા અતિથિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને પરંપરાગત રીતે તિલક વિધી દ્વારા આવકારવામાં આવ્યા તથા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ પ્રાચાર્યશ્રી દ્વારા અધ્યક્ષશ્રી અને સમિતિના અન્ય તમામ સભ્યોનું છોડ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કિરીટ પટેલ, શાળાના આચાર્યશ્રી રૂપ કિશોર ચૌધરી સહિત સમિતિના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.