ઘોઘંબા, (પંચમહાલ) ઈરફાન શેખ :-

ઘોઘંબા ના રાજગઢ પાલ્લા ખાતે સ્થિત દરગાહ ખાતે કોમી એકતાના પ્રતીક એવા સૂફી સંત ઓલાદે કુતબે રબ્બાની સૈયદ સરકાર ઉસ્માનમિયાં કારંટવી નો છઠ્ઠો (6) વાર્ષિક ઉર્ષ ની ઉજવણી હર્ષોલ્લાસ ભેર કરવામાં આવી
રવિવારના રોજ સૈયદ ઉસ્માનમીયા બાવા ના ઉર્ષનો અને ઔલાદે ગૌષે આઝમ શહેઝાદાએ અઝીમેં મિલ્લત સૈયદ પીરે તરિકત સરકાર મોઇને મિલ્લત ના ખીરાજે અંકિદત (શ્રધ્ધાંજલિ) ના સ્વરૂપે રક્તદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં વડોદરા ની SSG બ્લડ બેન્ક દ્વારા કેમ્પ કરવામાં આવ્યો જેમાં 39 જેટલા યુનિટ બોટલ નુ રક્તદાન સફળતા પૂર્વક કરવામાં આવ્યું
વધુમા રાજગઢ ગામમાં દર વર્ષ ની જેમ ચાલુ વર્ષે પણ આનંદ મેળો યોજાયેલ કરવામાં જ્યાં નાના-નાના ભૂલકા ઓ આનંદ લઈ શકે તેવું આયોજન કરયું હતું અને નાના મોટા રેકડી ગલ્લાઓ, રમકડાંની દુકાનો અને ખાણ પીણાં ની વસ્તુઓ થી બજાર ગરમાયું હતું વધુમા અહીંયા હિન્દુ – મુસ્લિમ તેમજ અનેક સમાજ ના લોકો સરકાર સૈયદ ઉસ્માન મીયાં બાવાના આસ્તાના પર દર્શન તેમજ મન્નતો (માનતાઓ) લઈ ને લોકો ના ટોળે ટોળા ઉમટી આવ્યાં હતા. તેમજ દર વર્ષ ની જેમ મુસ્લિમ ધર્મના રીતી રિવાજ મુજબ બાળકો ના ખત્ના કેમ્પનું પણ આયોજન કરાયેલ હતું અને તેમાં લગભગ 39 જેટલા સ્વસ્થ બાળકોની ખત્ના કરાઈ હતી.
વધુમા ઉર્ષ નિમિતે ઈશા ની નમાઝ (રાત્રે.09.30 કલાકે) શાનદાર તકકરી ના પોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું જેમાં યું.પી ના સૂફી સંત સૈયદ પીર અબુબક્કર શિબ્લી મીયાં અશરફીઉલ જીલાની તેમજ ઇસ્લામ ધર્મ ના અનેક મોટા ધર્મ ગુરુઓ તકકરી પોગ્રામમાં ઉપસ્થિત રહયા ત્યાર બાદ ત્યાં ઉપસ્થિત રહેલા શ્રધ્ધાળુઓ તેમજ બાવા ના અનુયાયીઓ ને આમ નિયાઝ (પ્રશાદી ) ખવડાવવામાં આવેલ.