ફતેપુરા, (દાહોદ ) આઝાદ મન્સુરી :-

દાહોદ: દાહોદ જિલ્લાના ફતેપુરા સ્થિત શ્રી એકલવ્ય D.S.I. કોલેજના D.S.I. અભ્યાસક્રમના વિદ્યાર્થીઓએ તા. 17 જુલાઈ, 2026ના રોજ અભ્યાસક્રમના ભાગરૂપે ગ્રામ પંચાયત કાલીયા વલુંડાની શૈક્ષણિક મુલાકાત લઈ ગ્રામ પંચાયતની કાર્યપદ્ધતિ અને ગ્રામ વિકાસ અંગે વ્યવહારિક માહિતી મેળવી હતી.
ફિલ્ડ વર્ક દરમિયાન વિદ્યાર્થીઓને ગ્રામ પંચાયતના દૈનિક વહીવટ, ગ્રામ વિકાસ યોજનાઓ, સ્વચ્છતા વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, જન્મ-મૃત્યુ નોંધણી, વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણ તેમજ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવતી વિકાસલક્ષી પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગ્રામ પંચાયતના સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી, તલાટી કમ મંત્રીશ્રી તથા અન્ય કર્મચારીઓએ વિદ્યાર્થીઓને પંચાયતના દૈનિક વહીવટ, વિવિધ રજીસ્ટરો, વિકાસલક્ષી યોજનાઓ અને પ્રશાસકીય કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી. વિદ્યાર્થીઓના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપી તેમની જિજ્ઞાસાનું નિરાકરણ પણ કરવામાં આવ્યું હતું.

આ શૈક્ષણિક મુલાકાતથી વિદ્યાર્થીઓને પુસ્તકીય જ્ઞાનની સાથે વાસ્તવિક વહીવટી પ્રક્રિયાનો વ્યવહારિક અનુભવ પ્રાપ્ત થયો, જે તેમના ભવિષ્યના શૈક્ષણિક અને વ્યવસાયિક જીવનમાં અત્યંત ઉપયોગી સાબિત થશે.
કાર્યક્રમના સફળ આયોજન બદલ ગ્રામ પંચાયત કાલીયા વલુંડાના સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી, તલાટી કમ મંત્રીશ્રી તેમજ સમગ્ર સ્ટાફનો શ્રી એકલવ્ય D.S.I. કોલેજ, ફતેપુરા પરિવાર દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
